અંબાણી-અદાણી કરતા પણ વ્યસ્ત વડોદરાના આ વેપારીનો વીડિયો વડોદરા પોલીસે ટ્વીટ કરવો પડ્યો

અંબાણી-અદાણી કરતા પણ વ્યસ્ત વડોદરાના આ વેપારીનો વીડિયો વડોદરા પોલીસે ટ્વીટ કરવો પડ્યો
  • અંબાણી-અદાણી કરતા પણ વ્યસ્ત વેપારીનો વીડિયો વડોદરા પોલીસે ટ્વીટ કર્યો
  • બાઇક ચલાવી રહેલા આ વ્યક્તિએ બંન્ને હાથમાં મોબાઇલ અને બાઇક અગડગ ચાલી રહ્યું છે
  • વડોદરા પોલીસે 1000 નો દંડ ફટકાર્યો પણ લોકોએ કરી વધારે દંડ ફટકારવાની માંગ

વડોદરા : શહેર પોલીસે સોશિયલ મીડીયા એકાઉન્ટમાં શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે પોલીસે વ્યંગાત્મક શૈલીમાં લખાણ પણ કર્યું હતું. આ વીડિયોમાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડીગેટના CCTV ફુટેજમાં ચાલુ બાઈક પર એક વ્યક્તિ એક હાથથી ફોનમાં વાત કરી રહ્યા છે. જ્યારે બીજા હાથમાં બીજા મોબાઇલ પર બીજી કોઇ પ્રવૃતિ કરી રહ્યા છે. બાઇક આપોઆપ ચાલી રહ્યું છે. બંન્ને હાથમાં મોબાઇલ હોવાના કારણે બાઇક પોતાના બેલેન્સે જ ચાલી રહી છે. બાઈકના સ્ટીયરીંગ પર હાથ નથી. આ બાઈક ચાલક પોલીસના CCTVમાં કેદ થઈ ગયો હતો. આ સીસીટીવી જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

પોલીસે આ ચાલકને હાલ રૂા.1 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે પોલીસે ટ્વીટ કરીને આ વીડિયોમાં લખ્યું છે કે, બે હાથમાં બે ફોન! એ પણ ચાલુ બાઈક પર! આ ભાઈની વ્યસ્તતા તો જુઓ. વડોદરા શહેર પોલીસે ફટકારેલા મેમોમાં વાહન ચાલકનું નામ મુકેશ મખીજાની અને તરસાલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ CCTV ફૂટેજ 21 જાન્યુઆરીના રોજ સવારે 11:26 વાગ્યાનો છે. પોલીસે 23 દિવસ બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂક્યો હતો.

— Vadodara City Police (@Vadcitypolice) February 12, 2022

જો કે પોલીસના આ ટ્વીટ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભાઈ એમની સાથે સાથે બીજા ઘણા લોકોના હાથ પગ ભાંગવા સક્ષમ છે. એની જગ્યાએ આ જોઈને એમના જેવા બીજા ઘણા લોકો સુધરી પણ જશે. એક વ્યક્તિએ લખ્યું છે કે, આના માટે એક લાખ રૂપિયા દંડ થવો જોઇએ. હાલ તો લોકો આ વીડિયો જોઇને આના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news