અમદાવાદમાં દૂધ કે મેડિકલ સિવાયની દુકાનો ખુલી રહેશે તો કાર્યવાહી કરીને ધરપકડ કરાશેઃ DGP


રાજ્યમાં લૉકડાઉનને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, અમદાવાદ અને સુરતના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પેરા મિલેટ્રીની કંપનીઓ ઉતારી દેવામાં આવી છે.

અમદાવાદમાં દૂધ કે મેડિકલ સિવાયની દુકાનો ખુલી રહેશે તો કાર્યવાહી કરીને ધરપકડ કરાશેઃ DGP

ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 6600થી વધુ કેસો નોંધાયા છે. તો અત્યાર સુધી 397 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 1500થી વધુ પીડિતો સ્વસ્થ પણ થયા છે. તો અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 5 હજારની નજીક પહોંચી ગઈ છે. શહેરમાં વધતા કોરોના વાયરસના કેસને જોતા શહેરમાં આજથી દૂધ અને મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, દૂધ-મેડિકલ સિવાયની જે પણ દુકાન ખુલી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

રાજ્યમાં લૉકડાઉનને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, અમદાવાદ અને સુરતના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પેરા મિલેટ્રીની કંપનીઓ ઉતારી દેવામાં આવી છે. આ સિવાય રેડ ઝોન વિસ્તારમાં પણ સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાંથી આવતા-જતા વ્યક્તિ અને વાહનને ચેક કરવામાં આવી રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે, અમદાવાદમાં જો કોઈ દૂધ અને મેડિકલ સિવાયની દુકાન ખોલશે તો તેની સામે કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવશે. 

ભૂતકાળમાં અહીં બીજે મેડિકલમાં જ ભણેલા આ દિગ્ગજ તબીબો સિવિલ હોસ્પિટલ આપશે સેવા

પરપ્રાંતિય મજૂરોને મોકલવાની કામગીરી જારી
રાજ્યમાંથી પરપ્રાંતિય મજૂરોને પોતાના વતનમાં પરત મોકલવાની કામગીરી ચાલી રહી છે. ગઈકાલ સુધીમાં 67 ટ્રેન દ્વારા 80400 જેટલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. આ મજૂરો બિહાર, ઝારખંડ, યૂપી અને ઓડિશાના છે. રાજ્ય સરકાર તમામ મજૂરોને પોતાના વતન મોકલવાની તૈયારી કરીરહી છે. 

છત્તીસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યૂપીની 20, ઓડિશાની 5, બિહાર 4, ઝારખંડ 2, મધ્ય પ્રદેશ 2 અને છત્તિસગઢ માટે 1 ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી 12, અમદાવાદ અને વિરમગામથી 3-3, રાજકોટથી 2, મોરબીથી 3, વડોદરાથી 3, જામનગરથી 2, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે. આ સાથે અશ્વિની કુમારે જણાવ્યું કે, ગુજરાતના લોકો જે રાજ્યમાં ફસાયા છે તેમને પણ પરત લાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news