બુટલેગરોના નવા કિમીયા, આયુર્વેદિક સીરપના નામે દારૂ વેચતી કંપની ઝડપાઈ, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
કોરોના કાળમાં નકલી સૅનેટાઇઝર બનાવી વેચાણ કરનાર શખ્શે જામીન પર છૂટ્યા બાદ આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરતા હોવાનો વડોદરા PCB પોલીસે પર્દાફાશ કર્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: કોરોના કાળમાં નકલી સૅનેટાઇઝર બનાવી વેચાણ કરનાર શખ્શે જામીન પર છૂટ્યા બાદ આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરતા હોવાનો વડોદરા PCB પોલીસે પર્દાફાશ કર્યો છે. વડોદરા નજીક આવેલ સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરતી ફેક્ટરીનો શહેર પી.સી.બી. શાખાએ પર્દાફાશ કર્યો છે. આ કંપની કંકાસાવ નામની આયુર્વેદિક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે ફેકટરીમાંથી ઈથેનોલ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, આયુર્વેદીક સિરપની બોટલ પોલીસે તપાસ અર્થે એફએસએલમાં મોકલતા એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં આયુર્વેદિક સિરપની બોટલમાં દારુ હોવાનો ચોંકવનારો ખુલાસો થયો છે. પોલીસને આ કંપની પરથી શંકાસ્પદ ગુલાબી અને સફેદ પાવડર પણ મળી આવ્યો હતો. જે શંકાસ્પદ પાઉડર એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે અને પોલીસે કંપનીના સુપર વાઇઝર સહિત બે ઈસમોની અટકાયત કરી તેમની પુછપરછ કરતા ચોંકવનારી માહિતી સામે આવી છે.
આખરે કોકડું ઉકેલાયું: ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામ ફાઈનલ! ટૂંક સમયમાં થશે જાહેરાત
આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરવાનું કૌભાંડ કોરોના કાળમાં ગોરવા ખાતે ફેક્ટરીમાં ડુપ્લિકેટ સૅનેટાઇઝર બનાવવાના ગુનામાં ઝડપાયેલ અને એક મહિના પહેલા જ જામીન પર છૂટીને બહાર આવેલ નીતિન કોટવાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપી રોજ ત્રણથી ચાર ટેમ્પા ભરીને આયુર્વેદિક સિરપના નામે દારૂ મેડિકલ સ્ટોરમાં મોકલતો હતો.
સુરતમાં અકસ્માતના Live દ્રશ્યો: મોડીરાત્રે પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ટકરાઈ, કાર ચાલકનું ઘટના સ્થળે મોત
હાલમાં સમગ્ર કૌભાંડની તપાસ પીસીબી પોલીસ કરી રહી છે, પોલીસે વોન્ટેડ નીતિન કોટવાણીની શોધખોળ હાથ ધરી છે સાથે અન્ય કોઈની સંડોવણી પણ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે