વડોદરા: રાજ્યનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવી તો દેવાયો, હવે કોર્પોરેશનને કંઇ પડી નથી
Trending Photos
વડોદરા : શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઉંચા 67 મીટરના ફ્લેગ માસ્ટર પર વડોદરા મહાનગરપાલિકા છેલ્લા 2 વર્ષથી સ્વતંત્રતા દિવસે ત્રિરંગો ફરકાવતી નથી. વર્ષ 2017 માં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઉંચા ફ્લેગનું લોકાર્પણ કર્યું હતું. જેની પાછળ 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે ટેક્નિકલ ખામીના કારણે વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો. જો કે આજે સ્વાતંત્રતા પર્વના દિવસે પણ પાલિકાએ ત્રિરંગો ફરકાવ્યો નથી.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 ઓગસ્ટ, 2017ના રોજ રાજ્યના સૌથી 67 મીટર ઉંચા ફ્લેગ માસ્ટરનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યનો સૌથી ઉંચો ફ્લેગ બનાવીને વડોદરા મહાનગરપાલિકાએ ખુબ વાહવાહી મેળવી હતી. જો કે 42 લાખ રૂપિયાના ખર્ચે બનેલા આ ફ્લેગની જાળવણી કોર્પોરેશનને મોંઘી પડી રહી છે.
જો કે આ અંગે મેયરે વળી કંઇક અલગ જ કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્યનો સૌથી ઉંચો ધ્વજ ફરકતો રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ઉંચાઇના કારણે આ ધ્વજ વારંવાર ફાટી જતો હોવાથી વર્ષમાં બે વખત 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીએ જ ફરકાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે હાલ ધ્વજ તૈયાર નહી હોવાના કારણે આ ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે