VADODARA: હાઇકોર્ટના આદેશ બાદસ્પર્મ સેમ્પલ લેવાયાના કલાકોમાં જ પતિનું મોત, LOVE STORY વાંચી આંખો ભીની થશે
ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત યુવાન દર્દીના સ્પર્મ લીધાના ગણતરીનાં કલાકોમાં જ તેનું મોત નિપજ્યું છે. આ અંગે ખાનગી હોસ્પિટલનાં પીઆરઓએ જણાવ્યું કે, અગાઉ તેની પત્ની હાઇકોર્ટમાંથી આ અંગે પરવાનગી મેળવ્યા બાદ મૃત્યુશૈયા પર પહેલા પતિના સ્પર્મ લેવાયા હતા. હવે તેમનું મોત થઇ ચુક્યું છે. હવે હાઇકોર્ટના આદેશ બાદ IVF ની પ્રક્રિયા બાદ પત્ની માતા બની શકશે. 20 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માંગણી કરનાર પત્ની તરફી ચુકાદો આપ્યો હતો.
Trending Photos
વડોદરા : ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત યુવાન દર્દીના સ્પર્મ લીધાના ગણતરીનાં કલાકોમાં જ તેનું મોત નિપજ્યું છે. આ અંગે ખાનગી હોસ્પિટલનાં પીઆરઓએ જણાવ્યું કે, અગાઉ તેની પત્ની હાઇકોર્ટમાંથી આ અંગે પરવાનગી મેળવ્યા બાદ મૃત્યુશૈયા પર પહેલા પતિના સ્પર્મ લેવાયા હતા. હવે તેમનું મોત થઇ ચુક્યું છે. હવે હાઇકોર્ટના આદેશ બાદ IVF ની પ્રક્રિયા બાદ પત્ની માતા બની શકશે. 20 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માંગણી કરનાર પત્ની તરફી ચુકાદો આપ્યો હતો.
જેના પગલે વડોદરાના રેસકોર્સ રોડ ખાતે આવેલી સ્ટર્લીંગ હોસ્પિટલે ટેસા પ્રોસિઝરથી કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મ નમૂના ટીશ્યુ સાથે લીધા હતા. જે માટે હોસ્પિટલમાં IVF સ્પેશિયાલિસ્ટ અને યુરોલોજી એક્સપર્ટની હાજરીમાં પ્રક્રિયા કરાઇ હતી. 15 મિનિટમાં આ સર્જરી પુર્ણ કરાઇ હતી. જો કે આ બંન્ને પતિ પત્નીની પ્રેમ કથા પણ ખુબ જ રસપ્રદ છે. અમદાવાદી યુવતી કેનેડા ખાતે પી.આર લઇને જતી હતી. ત્યાં જઇને મુળ ભરૂચનાં યુવાન સાથે પ્રેમમાં પડી હતી. યુવાન પણ 2018 થી કેનેડાનો પીઆર ધરાવતો હતો. બંન્ને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
ગત્ત ઓક્ટોબર 2020માં કોવિડ નિયંત્રણો હોવા છતા કેનેડામાં બંન્નેએ લગ્ન કર્યા. બંન્ને એક બીજા સાથે ખુબ જ ખુશીથી રહેતા હતા. 2021 માં યુવાનના પિતાને હૃદયને લગતી ગંભીર બીમારી થતા ડોક્ટરે તેમને ઓપરેશન કરવાની સલાહી. જેથી માર્ચ મહિનામાં યુવાન ભારત પત આવ્યો અને તેના પિતાનું ઓપરેશન કર્યું. આ દરમિયાન હોસ્પિટલ આવવા જવા દરમિયાન તે કોરોના સંક્રમિત થયો. જેના કારણે 10 મેના રોજ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો. ત્યારથી સતત તેની સારવાર ચાલી રહી હતી. જો કે કોરોના રિકવર નહોતો થયો અને તેની સ્થિતિ કથળવા લાગી હતી. એક પછી એક તબક્કાવાર રીતે તેના અંગો નિષ્ફળ થવા લાગ્યા હતા. જ્યારે તે બચી શકે તેવું નહી લાગતા આખરે તેની પત્નીએ કોરોના ગ્રસ્ત પતિના સ્પર્મ દ્વારા IVF કરવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે