VADODARA: શહેરમાં એક સાથે ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ, તંત્ર દોડતું થયુ
ગુજરાતમાં કોરોના એકવાર કાબુમાં આવી ગયા બાદ ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. જો કે નેતાઓ હજી પણ બેશરમીથી જ જવાબો આપી રહ્યા છે. કોરોના આવે તો ભગવાન શિવ જવાબદાર તેવું નિવેદન આપનાર નેતાનાં જ મત વિસ્તારમાંથી ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. વોર્ડ નંબર 6 ના હેમિષાબેન ઠક્કર, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય, વોર્ડ નંબર 13માં જ્યોતિબેન પટેલ, વોર્ડનંબર 18માં કલ્પેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
વડોદરા : ગુજરાતમાં કોરોના એકવાર કાબુમાં આવી ગયા બાદ ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. જો કે નેતાઓ હજી પણ બેશરમીથી જ જવાબો આપી રહ્યા છે. કોરોના આવે તો ભગવાન શિવ જવાબદાર તેવું નિવેદન આપનાર નેતાનાં જ મત વિસ્તારમાંથી ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. વોર્ડ નંબર 6 ના હેમિષાબેન ઠક્કર, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય, વોર્ડ નંબર 13માં જ્યોતિબેન પટેલ, વોર્ડનંબર 18માં કલ્પેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ,વડોદરામાં મહાશિવરાત્રીનાં દિવસે વિશાળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગેશ પટેલ સહિતનાં અનેક નેતાઓ અને અનેક કોર્પોરેટર્સ હાજર રહ્યા હતા. જો કે બીજા દિવસે તેમણે પોતે રસી લઇ લીધી હતી. જ્યારે તેમને ભીડ અને રસી અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મે તો રસી લઇ લીધી છે. જો કોરોના ફેલાય તો તેના માટે મહાદેવ જવાબદાર રહેશે. મે તો કોઇને આમંત્રણ આપ્યું નહોતું કે તમે યાત્રામાં જોડાઓ. હું મારી શ્રદ્ધા હતી એટલે ગયો હતો લોકો પણ પોતાની શ્રદ્ધા હતી એટલે ગયા હતા.
નોંધનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી તથા સત્યમ શિવ સુંદરમ સમિતીના સ્થાપક એવા ધારાસભ્ય યોગેશ પટેલનાં નેતૃત્વ હેઠળ સુરસાગર તળાવ પર સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાં પ્રતિ વર્ષે મહાશિવરાત્રીએ સુરસાગર ફરતે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર વડોદરામાં શિવજી કી સવારીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે 15 ફૂટ ઉંચી નંદી સવાર સુવર્ણજડીત શિવજી, માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નારદજીની ભવ્ય પ્રતિમાં રથમાં સવાર થઇને નિકળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે