વ્યાજના વિષચક્ર અને જ્યોતિષીના ચક્કરમા ફસાયેલા ભાવિન સોનીનું પણ મોત થયું

વ્યાજના વિષચક્ર અને જ્યોતિષીના ચક્કરમા ફસાયેલા ભાવિન સોનીનું પણ મોત થયું
  • વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ત્રણ દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી
  • મરતા પહેલા ભાવિને જ્યોતિષીઓને ઉઘાડા પાડી દીધા. 32 લાખની છેતરપીંડી કરનારા જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા 

રવિ અગ્રવાલ/વડોદરા :સામૂહિક આત્મહત્યાનો માર્ગ અપનાવનાર વડોદરાનો સોની પરિવાર આખેઆખો વિખેરાઈ ગયો છે. વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કિસ્સામાં ભાવિન સોનીનું પણ મોત થયું છે. આ સાથે જ મોતનો આંકડો 5 પર પહોંચ્યો છે. આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. તો ગઈકાલે તેમના માતા દિપ્તી સોનીનું મોત નિપજ્યું હતુ. ભાવિન સોનીના મૃતદેહને લેવા માટે તેમના સ્વજનો પહોંચ્યા છે. સ્વજનોએ તેમના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મરતા પહેલા એ કામ સારુ કર્યું કે, જ્યોતિષીઓને ઉઘાડા પાડી દીધા. 32 લાખની છેતરપીંડી કરનારા જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. સામૂહિક આત્મહત્યા કેસમાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમના પત્ની દીપ્તિ સોની, પૌત્ર પાર્થ સોની અને પુત્રી રિયા સોનીનું મોત થયું હતું. તો પુત્રવધુ ઉર્વી સારવાર હેઠળ છે, જોકે તેમની હાલત ગંભીર છે. 

પરિવારના 6 માંથી 5 લોકોના મોત 
વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ત્રણ દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ આખા પરિવારને કોલ્ડ ડ્રીંકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું. જેમાં નરેન્દ્ર સોની, તેમની દીકરી તથા પૌત્રનું મોત નિપજ્યું હતું. પુત્ર ભાવિન સોની, પુત્રવધુ ઉર્વી અને નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભાવિન સોનીની તબિયત સારી હતી, પરંતુ બંને સાસુ-વહુની હાલત ગંભીર હતી. જેમાં ગઈકાલે દિપ્તી સોનીનું પણ મોત નિપજ્યું છે. દીપ્તિ સોની ઘટના બાદથી વેન્ટિલેટર પર હતા. તો આજે પુત્ર ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. આમ, સામૂહિક આપઘાતના મોતનો આંકડો 5 થયો છે. 

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, સાસુ દિપ્તી સોનીનું મોત થયું

મોત પહેલા ભાવિને પોલીસ સામે લેભાગુ જ્યોતિષીઓને ખુલ્લા પાડ્યા  
સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ આજે ભાવિન સોનીને અફસોસ થઈ રહ્યો છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી છે. ભાવિને કહ્યું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. પરિવારે કેવી રીતે ઝેર પીવાનો નિર્ણય લીધો તે અંગે ભાવિને કહ્યું કે, સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતા નરેન્દ્ર સોનીનો હતો. અમે બધાએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ તેઓ માન્યા ન હતા. અમે વિરોધ કર્યો, પણ તેમની સામે અમારી કોઈ જ વાત ચાલી ન હતી. મારા પુત્રને પણ દવા તેમણે જ પીવડાવી હતી. 2018 ના વર્ષથી અમારી પડતીની શરૂઆત થઈ હતી. જ્યોતિષીઓના ચક્કરમાં આવીને અમે અમારું સર્વસ્વ ગુમાવ્યું. જેથી અમારી પાસે સામૂહિક આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ભાવિને કહ્યું કે, મારા પિતા લેભાગુ જ્યોતિષીઓના ચક્કરમાં આવી ગયા હતા. તેમણે આ ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હાત. તો સાથે જ મારો બિઝનેસ પણ સારો ચાલતો ન હતો. પરિવાર ચારેતરફથી ભીંસમાં આવી ગયો હતો. અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news