વડોદરામાં 7-7 વર્ષથી ધૂળ ખાઈ છે મકાન અને દુકાન, કોર્પોરેશનની સામે આવી ઘોર બેદરકારી

વડોદરા મહાનગર પાલિકાની ઉદાસિનતાને લીધે સાત વર્ષથી તૈયાર થયેલા દુકાનો અને મકાનો બંધ પડી રહ્યાં છે. મહાનગર પાલિકા માટે ગરીબો માટે બનાવવામાં આવેલા મકાનો અને દુકાનો લેવા માટે કોઈ તૈયાર નથી. 

વડોદરામાં 7-7 વર્ષથી ધૂળ ખાઈ છે મકાન અને દુકાન, કોર્પોરેશનની સામે આવી ઘોર બેદરકારી

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા કોર્પોરેશને મોટા ઉપાડે કરોડો રૂપિયાના ખર્ચે આવાસના મકાન અને દુકાનો તો બનાવી નાખીં, પરંતુ 7-7 વર્ષ થવા છતાં લોકો આ મકાન કે દુકાન ખરીદવા તૈયાર નથી. ત્યારે લોકોને આ દુકાનો અને મકાન ખરીદવામાં કેમ રસ નથી, જોઈએ આ અહેવાલમાં... 

વડોદરા કોર્પોરેશનના આળસું અધિકારીઓની મહેરબાનીથી આજે વડોદરામાં 300 મકાન અને 200 જેટલી દુકાનો ધૂળ ખાઈ રહી છે. આજથી અંદાજે 7 વર્ષ પહેલાં કોર્પોરેશને 599 કરોડના ખર્ચે આવાસના મકાન બનાવ્યા.. જેમાં 300 મકાન અને 200 જેટલી દુકાનો પણ બનાવાઈ, પરંતુ આજે 7-7 વર્ષ થવા છતાં લોકોને અહીં મકાન કે દુકાન લેવામાં કોઈ રસ નથી. જેના કારણે આજે આ મકાનો અને દુકાનોમાં ગંદકીના થર જામ્યા છે. સાથે જ જાડી-ઝાંખરા પણ ઉગી નીકળ્યાં છે. 

ગરીબ લોકો માટે બનાવેલા આવાસના મકાન અને દુકાનોમાં પણ કોર્પોરેશનને નફો કમાવો છે, તેવો ગણગણાટ સ્થાનિક લોકોમાં છે. કોર્પોરેશન પર લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે કોર્પોરેશનને દુકાનો ઉંચા ભાવે વેંચવી છે. જ્યારે પણ હરાજી થાય તો દુકાનોના ભાવ બે ગણા રાખવામાં આવે છે. 7-7 વર્ષ થવા છતાં મકાન અને દુકાનો ફાળવાઈ રહી નથી. જેના કારણે ઠેર ઠેર જાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. એટલું જ નહીં લોકો મકાનોના બારી-બારણાં પણ ચોરી ગયા છે. તો સાથે જ ઘરમાં રહેલા નળની પણ અસામાજિક તત્વો ઉઠાંતરી કરી ગયા છે. 

599 કરોડના ખર્ચે બનેલા જે મકાન અને દુકાનો 7-7 વર્ષથી નથી વેંચાઈ, તે વેંચવા માટે હવે નવી પોલિસી બનાવવાની વાત કોર્પોરેશનના અધિકારીઓ રહી રહ્યા છે. 

ગરીબો માટે બનાવેલા આવાસના આ મકાન અને દુકાનો વડોદરા કોર્પોરેશનની બેદરકારીના કારણે જર્જરિત બની ચૂક્યા છે. તેમ છતાં કોર્પોરેશન નવી પોલીસી બનાવી દુકાનો વેંચવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે સસ્તાં ભાવે અથવા ભાડા પર આ દુકાનો આવાસમાં રહેતા લોકોને જ આપવામાં આવે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પણ થોડી ઘણી આવક થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news