Vadodara: બરોડા મ્યુઝિયમની ફીમાં 90 ટકાનો વધારો, પર્યટકોમાં જોવા મળી નારાજગી

ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના હસ્તગત વડોદરાના સયાજીબાગમાં આવેલું બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી છે. હવે તેની ફી 10 રૂપિયાથી વધારી 100 રૂપિયા કરી દેવામાં આવી છે. 

Vadodara: બરોડા મ્યુઝિયમની ફીમાં 90 ટકાનો વધારો, પર્યટકોમાં જોવા મળી નારાજગી

રવિ અગ્રવાલ, વડોદરાઃ મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1932માં બનાવેલા બરોડા મ્યુઝિયમ કે જયાં મહારાજાના ઐતિહાસિક વારસાના દર્શન થાય છે, જેની પ્રવેશ ફી 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દેતા મોટા ભાગના પર્યટકો ફીમાં ઘટાડો કરવા માંગ કરી રહ્યા છે.

ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના હસ્તગત વડોદરાના સયાજીબાગમાં આવેલું બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી છે, જે પુરાતત્વ વિભાગના નેજા હેઠળ મ્યુઝિયમની દેખરેખ સાચવવાની કામગીરી અપાઈ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બરોડા સ્ટેટના ઐતિહાસિક વારસાના સંસ્મરણો આવનાર પેઢી જોઈ શકે એ માટે સયાજી બાગ ખાતે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી 1932 માં ઉભી કરાઈ હતી. 

જ્યા 3000 વર્ષ જૂની ઇજિપ્તની મમ્મીનું બોડી, 1944માં પાદરાના ડબકા ખાતે મહીસાગર નદીમાંથી પકડાયેલ 71 ફૂટ લાંબી બ્લુ વહેલ, સયાજીરાવ ગાયકવાડના જમાનાની ઐતિહાસિક ચીજ વસ્તુઓ, ગુજરાત, દેશ વિદેશની ઐતિહાસિક ચીજ વસ્તુઓ, તૈલી ચિત્રો, લઘુ ચિત્રો, સિક્કાઓ, ઇસ્લામિક, જાપાની,, ચીન, ગ્રીક કળાના દર્શન અહીંયા જોવા પર્યટકો આવી રહ્યા છે, જોકે એકા એક રાજ્ય સરકાર દ્વારા મ્યુઝિયમ જોવા આવતા પર્યટકોની પ્રવેશ ફી ની ટીકીટ 10 રૂપિયા થી વધારી 100 રૂપિયા કરી દેતા પર્યટકોમાં નારાજગી જોવા મળી છે...તેમજ કેટલાક પર્યટકો મ્યુઝિયમ જોયા વગર જ પરત ફરી રહ્યા છે.

સામાન્ય જનતા 10 રૂપિયા ચૂકવી શકે તેનાથી વધારે નહીં તેવી વાત  પર્યટકોએ કરી, જ્યારે મ્યુઝીયમના ક્યુરેટરએ કહ્યું કે ટિકિટના ભાવ વધ્યા હોવા છતાં ત્રણ દિવસમાં 2800 લોકોએ મુલાકાત લીધી, તેમજ 2.80 લાખની આવક પણ થઈ. તેમ છતાં ભાવ ઘટાડવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news