દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?

ઉત્તરસંડા ગામ પાપડ અને મઠીયા ના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાં સહિતના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં પાપડ, મઠીયા અને ચોળાફળીની 20થી વધુ નાની મોટી ફેકટરીઓ આવેલી છે.

દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?

નચિકેત મહેતા/ખેડા: દિવાળીના સમયમાં ગુજરાતના ચરોતરમાં આવેલું ઉત્તરસંડા ગામ પાપડ અને મઠીયા ના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાં સહિતના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં પાપડ, મઠીયા અને ચોળાફળીની 20થી વધુ નાની મોટી ફેકટરીઓ આવેલી છે. જેમાં સૌથી વધારે મહિલાઓ ને રોજગારી મળે છે. 

દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. ગામની જે ફેક્ટરી ની વાત કરીએ તો જે મહિલાઓ કામ કરે છે તે ઉતરસંડા અને આસપાસના જે વિસ્તારોની જ મહિલાઓ કામ કરતી હોય છે. અને ઉધરસંડા ગામમાં જ કામ મળી રહે અને કોઈપણ મહિલાને બહારગામ ન કરવું પડે તે સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે સ્ત્રી સશક્તિકરણ (women empowerment) તેને આ ગામ સાર્થક કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે અહીંના લોકોની કમાણી રૂપિયામાં નહીં, પરંતુ ડોલર અને પાઉન્ડમાં થાય છે. કારણ કે દેશ કરતાં વિદેશી ગ્રાહકોની સંખ્યા વધારે જોવા મળે છે. વેપારીઓ મોટા પ્રમાણમાં પાપડ-મઠિયાં, ચોરાફળી સહિતની વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. 

ઉત્તરસંડા ગામમાં મોટા ભાગના લોકો પાપડ-મઠિયાંના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં ઘણી ફેક્ટરી-કારખાનાં આવેલાં છે. અહીં એક ફેક્ટરીમાં અંદાજે 90 થી 100 મહિલાઓ અને પુરુષ કામ કરે છે. જેમાં મહિલાઓ ની સંખ્યા સૌથી વધારે હોય છે. ગામના મોટા ભાગના લોકોની રોજગારી આ ધંધા સાથે જોડાયેલી છે. કેટલાક લોકો અહીં કામ કરી અને અહીંથી જ પાપડ-મઠિયાં-ચોળાફળી લઈ જઈ બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. માત્ર દેશમાં જ નહી પણ વિદેશમાં પણ બધાને ભાવતા પાપડ, મઠીયાનું વેચાણ આમ તો બારેમાસ ચાલતુ હોય છે. પરંતુ દિવાળી સમયે વેચાણ બમણું થઇ જાય છે. 

શું છે ઉત્તરસંડા ગામનો ઈતિહાસ?
ખેડા જિલ્લા ના મુખ્ય મથક નડિયાદ થી લગભગ 5 કિલોમીટર દૂર આવેલ ઉત્તરસંડા ગામ .આ ગામમાં આશરે 15 હજારની વસતિ રહે છે. આ ગામ સમગ્ર દેશ માં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહીં બનતાં પાપડ, મઠિયાં અને ચોળાફળી છે. અહીં એન્ટર થતાં જ તમને મોટા ભાગની દુકાનોમાં પાપડ-ચોળાફળીનું વેચાણ થતું જોવા મળશે. એ સિવાય અહીં પાપડ બનાવતી નાની-મોટી 20 જેટલી ફેક્ટરીઓ આવેલી છે. કહેવાય છે કે ઉત્તરસંડાના પાપડનો સ્વાદ દેશ-વિદેશ માં વખણાય છે. 

ઈ.સ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ હતી. જોકે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડ નું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરવામાં આવતું હતું , પરંતુ ત્યાં ફેક્ટરી માં પાપડની ગુણવત્તામાં વધારો થાય એ માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જવામાં આવતું હતું જે માટે કંપની ના માલિકને ઘણો ખર્ચો થઈ જતો હતો, જેથી ફેકટરી ના માલિકે વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી. ત્યાર થી ઉત્તરસંડા ગામ ની ઓળખ પાપડ વાળા ગામ તરીકે ઓળખાય છે. 

અહીંના પાપડની માંગ વધુ હોવાથી હરીફ ધંધાર્થીને પણ કોઇ જ નુકશાન થતુ નથી. અહીંનું પાણી પાપડને સફેદ, નરમ પાતળા અને સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ ઘણા લોકોનું માનવુ છે કે હવા પાણીના કારણે નહી પરંતુ એકવાર બિઝનેશ શરૂ થયો તો ધીમે ધીમે વધતો ગયો છે. જે હોય તે પણ હાલમાં એવુ કહેવુ બીલકુલ અતીશયોક્તિ નહી કહેવાય કે ઉત્તરસંડા ગામને વિશ્વ ફલક પર પહોંચાડવા માટે પાપડ, મઠીયા અને ચોળાફળી નો જ ફાળો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news