ગુજરાતના આ જિલ્લામાં ભરઉનાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા! આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ

Bhavnagar Rains: વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસતા વિસ્તારમાં ટાઢક પ્રસરી ગઈ છે. ભરઉનાળે વરસાદ થતાં ભરૂચના ખેડૂતો ચિંતામાં પેઠા છે. અચાનક વાતાવરણમાં પલટો આવવાથી વાહન ચાલકોએ રોડ સાઈડ પકડી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ગુજરાતના આ જિલ્લામાં ભરઉનાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા! આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ

Gujarat Weather 2024: રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં બપોર બાદ છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસતા વિસ્તારમાં ટાઢક પ્રસરી ગઈ છે. ભરઉનાળે વરસાદ થતાં ભરૂચના ખેડૂતો ચિંતામાં પેઠા છે. અચાનક વાતાવરણમાં પલટો આવવાથી વાહન ચાલકોએ રોડ સાઈડ પકડી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ભરૂચ શહેરમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને થોડા સમય માટે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભરૂચ શહેરના પાંચબતી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું આવ્યું હતું. જેના કારણે લોકોને વાતાવરણમાં આંશિક ઠંડકનો અનુભવ થયો હતો. આ સાથે જ ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી હતી. નબીપુર સને બંબુસર સહિતના આજુબાજુના ગામડાઓમાં માવઠું વરસ્યું હતું. 

બીજી તરફ, ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન અનેક કુત્રિમ અને કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. તેવામાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. 

ભરૂચ શહેર તથા જીલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news