ગુજરાતમાં ફરી વરસાદનો સૌથી મોટો રાઉન્ડ શરૂ, જાણો આ તારીખોમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે...મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની અસર થશે...1 મે ના રોજ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે..જેથી કમોસમી વરસાદ પડશે...કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે..
ગુજરાતમાં ફરી વરસાદનો સૌથી મોટો રાઉન્ડ શરૂ, જાણો આ તારીખોમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ

Gujarat Forecast Updates: ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. રૂપિયા કમાવવાની સિઝન આવે એ પહેલાં જ જો તૈયાર પાક પર માવઠાનો માર પડે તો ખેડૂતની દશા બેસી જાય છે. આગામી 5 દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની અસર થશે. 1 મે ના રોજ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે. જેથી કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહીના ભાગરૂપે આજે (શુક્રવાર) પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ, મોરબી, અમરેલી અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હજુ 5 દિવસ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત મુસ્કેલીમાં મૂકાયો છે. બીજી બાજુ પાટણની રાણકી વાવ જોવા ગયેલા 2 યુવાનો પર વીજળી પડતાં એકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વીજળી પડતાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના હતી, જેના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ હવામાન વિભાગની આગાહીને વચ્ચે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરાઈ છે કે, આગામી 5 દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ થયો. ધાનેરા વિસ્તારમાં વહેલીસવારે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડામાં વરસાદ પડ્યો. ગાજવીજ સાથે કમોસમી વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. સતત બીજા દિવસે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

હવામાન વિભાગની આ પ્રકારની આગાહીના કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કારણકે, આખા વર્ષની મહેનત પર મુસીબત રૂપી પાણી ફરવાનો ડર જગતના તાતને સતાવી રહ્યો છે. ગુજરાતમાં હજુ પાંચ દિવસ હજુ વરસાદની આગાહી કરાઈ છે. મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ તૈયાર થયો છે. આ માહોલ આગામી પાંચ દિવસ સુધી રહેશે. ખાસ કરીને અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. એવી પણ આગાહી કરવામાં આવી છેકે, આગામી ત્રણ દિવસમાં 3 ડિગ્રી ઓછું તાપમાન થશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે.

મહત્વનું છે કે હાલ ભરઉનાળે રાજ્યભરમાં માવઠા થઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં માવઠા થવા માટે સૂર્યની ગરમી જવાબદાર છે. કારણ કે મહાસાગરમાં ચાલતા ગરમ પ્રવાહને સૂર્યની ગરમી ઉત્તેજિત કરે છે. જેને લીધે મહાસાગરોમાં પાણીની વરાળ થઈ જાય છે અને મહાસાગરોની વરાળ બનતા છેવડે વરસાદ વરસે છે. તો બીજુ કારણ જોઈએ તો પૃથ્વીની પ્રાંત અને ગતિના લીધે રાશિ ચક્ર પશ્ચિમ તરફ ખસે છે. જેથી ઉનાળામાં શિયાળો અને માવઠું થાય છે.

29 અને 30 એપ્રિલે પણ વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news