Unjha Lakshachandi Mahayagya Mahostav: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ, જાણો કેમ ખાસ છે આ આયોજન

Unjha Lakshachandi Mahayagya Mahostav: આવતીકાલે મહેસાણા ઊંઝામાં લક્ષચંડીને લઈને આજે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલે લક્ષચંડી હવન શરૂ થશે. લક્ષચંડી (lakshya chandi yagya) માં બેસનાર 9 મુખ્ય યજમાનો સહિત કુલ 108 યજમાનોનો પર્ષ્યાતાપ વિધિ થશે. વેજનાથ મહાદેવ મંદિરમાં આગામી 5 દિવસ આ તમામ યજમાનોને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવનમાં બેસવા તૈયાર કરાશે. ત્યારે વેજનાથ મહાદેવ મંદિરમાં વાતવારણ ભક્તિમય બન્યું છે. મા ઉમિયા (Umiya Maa) ના જયકારા પાટીદાર સમાજે (Patidar Samaj) બોલાવ્યા હતા.

Unjha Lakshachandi Mahayagya Mahostav: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ, જાણો કેમ ખાસ છે આ આયોજન

તેજસ દવે/મહેસાણા :આવતીકાલે મહેસાણા ઊંઝામાં લક્ષચંડીને લઈને આજે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલે લક્ષચંડી હવન શરૂ થશે. લક્ષચંડી મહાયજ્ઞમાં (Unjha Lakshachandi Mahayagya) બેસનાર 9 મુખ્ય યજમાનો સહિત કુલ 108 યજમાનોનો પર્ષ્યાતાપ વિધિ થશે. વેજનાથ મહાદેવ મંદિરમાં આગામી 5 દિવસ આ તમામ યજમાનોને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવનમાં બેસવા તૈયાર કરાશે. ત્યારે વેજનાથ મહાદેવ મંદિરમાં વાતવારણ ભક્તિમય બન્યું છે. મા ઉમિયા (Umiya Maa) ના જયકારા પાટીદાર સમાજે (Patidar Samaj) બોલાવ્યા હતા.

2800૦ મણ લોટના લાડુ
ઊંઝા ખાતે યોજના લક્ષચંડી યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મા ઉમિયાના દર્શને આવનાર માઈ ભક્તો માટે ખાસ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં 2800૦ મણ લોટના લાડુ બનાવવામાં આવી રહ્યાં છે. 18 થી 22 ડિસેમ્બર દરમિયાન આવનાર દરેક ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે અન્નપૂર્ણા કમિટીની સ્વંય સેવક ૩ હજાર જેટલી મહિલાઓ દ્વારા માતાનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. અંદાજિત 15 લાખ જેટલા લાડુ હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાટીદારો હોંશેહોંશે આ લાડુને આરોગશે.  

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરે PSI ડોડિયાને આપી ધમકી, Video

ભૂલકાઓ માટે વિશેષ બાળ નગરી બનાવાઈ
ઊંઝામાં યોજાનાર મહા લક્ષચંડી યજ્ઞમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં નાનાથી લઈ તમામ વર્ગ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યજ્ઞમાં આવતા નાના નાના ભૂલકાઓ માટે વિશેષ બાળ નગરી બનાવવામાં આવી રહી છે. જેમાં બાળકોને લગતી તમામ રાઈડ્સ મૂકવામાં આવી છે. જેથી આ પ્રસંગમાં આવનાર મોટા વડીલો સાથે નાના ભૂલકાઓનું પણ મનોરંજન થાય તે હેતુથી આ વિશેષ બાળ નગરી ઉભી કરાઈ છે. 

ખેડૂતો અને ઉદ્યોગકારો માટે વિશેષ આયોજન
ઊંઝા ખાતે યોજાનાર મહા લક્ષચંડી યજ્ઞના પટાંગણમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ખાસ કરીને ખેડૂતો અને ઉદ્યોગકારો માટે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષ્ય એક્સપોના વિશેષ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ડોમમાં ખેડૂત લક્ષી માહિતી આધુનિક ખેતીની સમજણ તેમજ વિવિધ યોજનાઓની માહિતી આપવા વિશેષ આયોજન કરાયું છે. ઉદ્યોગકારો માટે વિશેષ સોલારનો ડોમ, બેન્કિંગ ડોમ જેવા વિવિધ પ્લેટફોર્મ તૈયાર કરાયા છે. સાથે જથે યુવા વર્ગ માટે ખાસ આરટીઓની માહિતીથી લઈ આરટીઓમાં લાયસન્સ માટે અપાતા ટેસ્ટનો ટ્રેક તૈયાર કરાયો છે. જેમાં દરેક યુવા વર્ગને ત્યાં ટેસ્ટની ટ્રેક પર તાલીમ આપવામાં આવશે. એટલે આસ્થા સાથે જોડાયેલા આ પર્વમાં ખેડૂતોથી લઇ યુવા ધનને જરૂરી માર્ગદર્શન આપી સમાજને સફળતાના શિખર સર કરાવાશે. 

યજ્ઞશાળા 81 ફૂટ ઉંચી બનાવાઈ
કાર્યક્રમમાં યજ્ઞશાળા વિશેષ રૂપે તૈયાર કરાઈ છે, જેમાં કોઈ પણ પ્રકારની ધાતુનો ઉપયોગ કરાયો નથી. લોખંડનો પણ ઉપયોગ આ યજ્ઞશાળામાં કરવામાં નથી આવ્યો. આ યજ્ઞશાળા 81 ફૂટ ઉંચી બનાવવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં માત્ર વાસના બામ્બૂ, કાથી અને સુતળીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળામાં મુખ્ય કુંડ સાથે કુલ ૧૦૮ કુંડ બનાવવામાં આવ્યા છે. તેનુ ફ્લોરિંગ પણ ગાયના શુદ્ધ છાણથી લેપીને તૈયાર કરાયું છે. જેથી આ લક્ષચંડી યજ્ઞશાળા શુદ્ધ અને પવિત્રતા જળવાઈ રહે એ રીતે બનાવવામાં આવી છે. 

મહા લક્ષચંડી યજ્ઞ માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લક્ષચંડી યજ્ઞ 800 વીઘા જમીનમાં યોજાઈ રહ્યો છે. જેમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ 5 દિવસ સુધી યોજાશે. જેને લઇ સમગ્ર રાજ્યમાંથી અનેક કલાકાર ગ્રુપ પોતાની કલાના કામણ પાથરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news