ગુજરાતમાં ફરી જામશે ચૂંટણી જંગ! એશિયાના સૌથી મોટા ગંજ બજારની ચૂંટણી જાહેર
એશિયાના સૌથી મોટા ઉંઝા એપીએમસીમાં ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિક નેતાઓ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. આગામી ૯ ડિસેમ્બરના રોજ ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજશે.
Trending Photos
- એશિયાના સૌથી મોટા ઉંઝા એપીએમસી માં ચૂંટણી જાહેર
- આગામી ૯ ડિસેમ્બરના રોજ યોજાશે ચૂંટણી
- ૧૦ ડિસેમ્બરના રોજ પરિણામ થશે જાહેર
ઝી બ્યૂરો, અમદાવાદઃ એશિયાના સૌથી મોટા ગંજ બજારની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અમે વાત કરી રહ્યાં છીએ ઊંઝા APMCની. ઊંઝા એપીએમસીમાં સત્તા સ્થાને રહેવા ભારે ખેંચતાણ રહેતી હોય છે. કારણકે, આ એક મલાઈદાર પદ અને પ્રતિષ્ઠાવાળું સ્થાન માનવમાં આવે છે. અહીં કરોડો રૂપિયાનો વહીવટ થાય છે. મહેસાણા જિલ્લાના લીધે અહીંથી ચૂંટણીમાં રાજકીય રીતે મોટું મહત્ત્વ ધરાવે છે. મહેસાણાને ભાજપની રાજકીય લેબોરેટરી કહેવાય છે. તેથી આ રાજકીય લેબોરેટરીમાં ઊંઝા એપીએમસીનો એક મહત્ત્વનો રોલ છે. ત્યારે આ ચૂંટણીને પણ ખુબ ગંભીરતાથી લઈને રાજકીય પક્ષો તેની તૈયારીઓ કરતા હોય છે.
એશિયાના સૌથી મોટા ઉંઝા એપીએમસીમાં ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિક નેતાઓ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. આગામી ૯ ડિસેમ્બરના રોજ ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજશે. હજુ ચૂંટણીમાં ભલે વાર હોય પણ અત્યારથી તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવશે. ૧૦ ડિસેમ્બરના રોજ એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ઊંઝા એપીએમસીની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ પણ નેતાઓએ પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે. ૨૮ ઓક્ટોબરના રોજ મતદાર યાદીનું આખરી પ્રકાશન થશે. ૨૭ નવેમ્બર ફોર્મ ભરવાની શરૂઆત થશે. ૨ ડિસેમ્બર ના રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ રાખવામાં આવ્યો છે. હારીજ ની જેમ ભાજપની આંતરિક જૂંથબંધી માં બળવો ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેદાને ઉતરવાની તૈયારીઓ કરી નેતાઓ બાંયો ચઢાવતા નજરે પડે છે. ઊંઝા બજાર સમિતિની ચૂંટણીનો જંગ પણ જામશે. એશિયાના સૌથી મોટા ગંજ બજારની સત્તા માટે હવે જૂથબંધીનો જંગ જામશે. આમ ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા નારાયણ પટેલનું મોટું નિવેદન. એપીએમસીની ચૂંટણી અંગે કહ્યું, મેં 25 વર્ષથી માર્કેટ છોડી દીધું છે. મારો પુત્ર ચૂંટણી લડશે કે નહીં એ એની મરજી છે. હું નિવૃત્ત છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે