ગુજરાતી શિક્ષકનું અનોખું ટેલેન્ટ, 'ઊંધું લખી અને બોલી શકે છે આ બહુમુખી પ્રતિભાના ધની'
ગોપાલ ભાઈ કપડવંજની જે.સી.દાણી વિદ્યાલયમાં પાંચ વર્ષથી બાળકોને ભણાવે છે. શિક્ષકની આવી અદભુત પ્રતિભા જોઈને બાળકો પણ ખુબ ખુશ થાય છે અને તેઓ પણ મજાથી ભણે છે. ઉલટું લખવાની સાથે સાથે ગોપાલ ભાઈ હુબહુ ચિત્રો પણ બનાવી શકે છે.
Trending Photos
દિપક પદ્મશાળી/અમદાવાદ: કહેવાય છે ને કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા. સોશિયલ મીડિયા પર એક શિક્ષકની અનોખી પ્રતિભાનો વીડિયો સામે આવ્યો છે. કુદરતી માનવીના સર્જનમાં અનેકવિધ સુષુપ્ત શક્તિઓનો ખજાનો ભર્યો છે પરંતુ આવી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે પ્રયત્નો અને સારા પ્લેટફોર્મની આવશ્યકતા છે. ગુજરાતના કપડવંજના શિક્ષક ગોપાલ પટેલ બહુમુખી પ્રતિભાના ધની છે. આ શિક્ષક ત્રણ ભાષાઓને ઉંધું લખી અને બોલી શકે છે, એટલું જ નહીં, ગમે તે ગીતને ઉલટું લખી પણ શકે છે અને ગાઈ પણ શકે છે. શિક્ષકની અદભુત પ્રતિભાથી લોકો પ્રભાવિત થયા છે. તો કેવી છે શિક્ષકની અદભુત પ્રતિભા તેના વિશે અમે તમને જણાવીશું.
તમે આજ સુધી ઘણા શિક્ષકોને ભણાવતાં જોયા હશે. ઘણા શિક્ષકો પોતાના ભણાવવાના અનોખા અંદાજને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પણ સોશિયલ મીડિયા પર હાલ એક શિક્ષક તેમના અનોખા ટેલેન્ટને લઈને ચર્ચામાં છે, આ શિક્ષક બીજું કોઈ નહી પરંતુ કપડવંજના શિક્ષક ગોપાલ પટેલ છે. ગોપાલ પટેલ બહુમુખી પ્રતિભાના ધની છે. તમે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આ શિક્ષકને બોર્ડ પર લખતાં જોઈ શકો છો. બોર્ડ પર તમને અટપટી ભાષા લખેલી દેખાશે તો આ કોઈ અટપટી ભાષા નહીં પણ ગુજરાતી ભાષા જ છે. આ શિક્ષક ગુજરાતી ભાષાને ઊંધી રીતે લખી રહ્યા છે. આ શબ્દોને અરીસામાં જોતાં આ શબ્દો સરખી રીતે વાંચી શકાશે. ફક્ત એક જ ભાષા નહીં પણ ગોપાલ ભાઈ હિન્દી અને અંગ્રેજીને પણ ઊંધી રીતે લખી શકે છે.
ગુજરાતી શિક્ષકનું અનોખું ટેલેન્ટ, 'ઊંધું લખી અને બોલી શકે છે આ બહુમુખી પ્રતિભાના ધની'#Viral #Gujarat #ViralVideo #ZEE24Kalak pic.twitter.com/b46DhbLErq
— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2022
આ તો થઈ ઊલટું લખવાની રીત. હવે જરા આ શિક્ષકની ગાયકી પણ સાંભળી લો. ગોપાલ ભાઈ ફક્ત ઊંધું લખતા જ નથી બોલી પણ શકે છે. હિન્દી હોય કે ગુજરાતી ગોપાલ ભાઈ દરેક ગીતને ઊંધી રીતે ગાઈ શકે છે. શિક્ષક ગોપાલભાઈને ઊંલટુ લખતા અને બોલતા જોઈને સૌ કોઈ આશ્રર્ય ચકિત થઈ જાય છે. ગોપાલભાઈ સાથે કામ કરતાં લોકો પણ તેમની પ્રતિભાથી પ્રભાવિત થાય છે.
ગોપાલ ભાઈ કપડવંજની જે.સી.દાણી વિદ્યાલયમાં પાંચ વર્ષથી બાળકોને ભણાવે છે. શિક્ષકની આવી અદભુત પ્રતિભા જોઈને બાળકો પણ ખુબ ખુશ થાય છે અને તેઓ પણ મજાથી ભણે છે. ઉલટું લખવાની સાથે સાથે ગોપાલ ભાઈ હુબહુ ચિત્રો પણ બનાવી શકે છે. ગોપાલભાઈ કક્કો અને બારાખડીના રેપ સોન્ગ અને ખૂબ જ સ્પીડમાં 100થી 1 સુધી એટલે કે ઉલટા આંકડા પણ બોલી શકે છે. ગોપાલ ભાઈ તેમના આ અદભુત કૌશલ્યથી લોકોનું દિલ જીતી રહ્યા છે.
ગોપાલભાઈની બીજી પણ એક સિદ્ધિ છે તેમને નાનપણથી જ ઊંધા ગીતો ગાવાનો શોખ, ઉંધુ લખવાનો શોખ જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ખાસ કરીને ગુજરાતીમાં લખવાની સ્પીડ એક મિનિટમાં 70 જેટલા શબ્દો લખવાની છે. કપડવંજ બાયડ ઉપરાંત ખેડા જિલ્લાના શિક્ષક સમાજમાં તેમની આવી અદભૂત કળાને લીધે ખાસ લોકપ્રિય છે.
સોશિયલ મીડિયા પર બહુમુખી પ્રતિભાના ઘની આ શિક્ષકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો શિક્ષકની અદભુત પ્રતિભાના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે