સુરત: પ્રદુષણને ડામવા અનોખી પહેલ, શાળાના વિદ્યાર્થીઓ કરશે વૃક્ષા રોપણ

સમગ્ર દેશ સહિત દુનિયામા પ્રદુષણની માત્રામા ઉત્તરોઉત્તર વધારો થતા જવાના  કારણે કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રદુષણની માત્રાનુ પ્રમાણ ઘટાડવા માટે તથા વિધાર્થીઓમા પ્રદુષણને લઇને જનજાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. 

સુરત: પ્રદુષણને ડામવા અનોખી પહેલ, શાળાના વિદ્યાર્થીઓ કરશે વૃક્ષા રોપણ

ચેતન પટેલ/સુરત: સમગ્ર દેશ સહિત દુનિયામા પ્રદુષણની માત્રામા ઉત્તરોઉત્તર વધારો થતા જવાના  કારણે કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રદુષણની માત્રાનુ પ્રમાણ ઘટાડવા માટે તથા વિધાર્થીઓમા પ્રદુષણને લઇને જનજાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે.  

વાતાવરણમા વધી રહેલા પ્રદુષણની માત્રાના કારણે કલાઇમેટ ચેંજની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. ફકત જો સુરતની જ વાત કરીએ તો 26 લાખ જેટલા વાહનોનું આરટીઓમા રજીસ્ટ્રેશન થયેલુ છે. આ ઉપરાત બિલ્ડીંગોના બાંધકામના પગલે વૃક્ષઓની સંખ્યામા પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કેન્દ્ર અને રાજય સરકાર બંને માટે માથાનો દુખાવો સમા બની ગયો છે. વાતાવરણમા ઝેરી પ્રદુષણને કારણે રોજેરોજ કેટલાય લોકોના મોત નીપજી રહ્યા છે.

VIDEO ઝી 24 કલાકનો ખાસ અહેવાલ 'એસટીમાં એજન્ટ રાજ', બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ

સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક અનોખી પહેલ સમગ્ર જીલ્લામા શરુ કરી છે. જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સ્કુલોમા 15મી ઓગસ્ટના રોજ એક કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક વિધાર્થી શાળાના પટાણગણમા એક એક વૃક્ષ રોપશે. જો શાળાના પટાણ ગણમા જગ્યા ન હશે તો વિધાર્થીઓને આ વૃક્ષ ઘરે રોપવા માટે આપવામા આવશે.

રાજસ્થાની પરિવારને એક ભૂલ ભારે પડી, ટ્રેનની અડફેટે આવી જતા 2ના મોત

દરેક શાળાના વિધાર્થીઓને વૃક્ષા રોપણ થી શુ ફાયદો થશે તે અંગે તમામ પ્રકારની માહિતિ પણ આપવામા આવશે. આ સાથે છ મહિના બાદ વૃક્ષા રોપણ કરેલ તમામ વૃક્ષોનુ મોનીટરીંગ પણ કરવામા આવશે. વિધાર્થીઓને જ સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા આદેશ કરી દેવામા આવ્યો છે કે જે પણ વિધાર્થી પોતે વૃક્ષ વાવશે તેનુ જતન તેઓએ જાતે જ કરવાનુ રહેશે. આ કાર્યક્રમને લઇને વિધાર્થીઓમા પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ પોતે પણ અન્યોમા પ્રદુષણને લઇને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે તેવુ તેઓએ જણાવ્યુ હતુ.

જીલ્લા શિક્ષણાધિકારીના આ કાર્યક્રમ અંતર્ગત અત્યારથી માઇક્રો પ્લાનિંગ કરવામા આવી રહ્યુ છે તેઓ દ્વારા હાથ ધરવામા આવેલા લક્ષ્યાંક કઇ રીતે સિધ્ધ કરી શકાય તે અંગે તમામ પ્રકારની તૈયારીઓ કરવામા આવી રહી છે. દરેક શાળાના આચાર્યને પર્સનલી આ લક્ષ્યાંક આપી દેવામા આવ્યો છે. વધુમા વધુ લોકો આ કાર્યક્રમમા જોડાય અને તેઓમા પ્રદુષણને લઇને જનજાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news