રાજકોટમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયનું નિવેદન, 'ભાજપને કંશ કહેવું એ તેમનું અજ્ઞાનતા પ્રદર્શિત કરે છે'

ગોપાલ ઇટાલીયા દ્વારા ભાજપને કંસની ઓલાદ કહેવાના મુદ્દે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપને કંશ કહેવું એ તેમનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. ભાજપ ભારતની સંસ્કૃતિમાં વિશ્વાસ કરે છે.

રાજકોટમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયનું નિવેદન, 'ભાજપને કંશ કહેવું એ તેમનું અજ્ઞાનતા પ્રદર્શિત કરે છે'

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક બાદ એક નેતાઓ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આજે રાજકોટની એક ખાનગી કોલેજમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય આવ્યા હતા. અહીંયા તેમને પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. 

ગોપાલ ઇટાલીયા દ્વારા ભાજપને કંસની ઓલાદ કહેવાના મુદ્દે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપને કંશ કહેવું એ તેમનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. ભાજપ ભારતની સંસ્કૃતિમાં વિશ્વાસ કરે છે. કંસ નહિ ક્રિષ્ણામાં વિશ્વાસ કરે છે. ભાજપ પર આવા આરોપ લગાવવા વિકૃત માનસિકતા છતી કરે છે. 

દરિયાઈ સુરક્ષા અંગે નિવેદન
નિત્યાનંદ રાયે દરિયાઈ સુરક્ષા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ડ્રગ્સનું પકડાવું એ સાબિત કરે છે કે ડ્રગ્સને લઈને સરકાર કેટલી સતર્ક છે અને તાત્કાલિક કાર્યવાહી કરીએ છીએ. પહેલા કડક અમલ નહોતો એટલે પકડાય છે. ડ્રગ્સને લઈને પહેલા કરતા હવે સતર્ક છીએ એટલે બધું ડ્રગ્સ પકડાય છે. હવે સેનાઓ પાસે અત્યાધુનીક સાધનો પણ છે જેની મદદથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. 

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સરકાર બનાવવા અંગેના દાવા અંગે નિવેદન
અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં સરકાર બનાવવા અંગેના દાવા અંગે નિવેદન આપ્યું હતું. જેમનો કોઈ મતલબ નથી એમની શું વાત કરવી. તેમણે વડાપ્રધાનની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને શ્રેષ્ઠ કર્યું. 

સ્વામી વિવેકાનંદનો પણ ઉલ્લેખ કર્યો. એક નરેન્દ્ર ભારતને વિશ્વ સત્તા બનાવવાનું સ્વપ્ન બતાવ્યું. બીજા નરેન્દ્ર તે સ્વપ્ના સાકાર કરશે. ગુજરાતના લોકો નરેન્દ્ર મોદીને જે રીતે ચાહે છે તે જોતાં લાગે છે આ વખતે ઐતિહાસિક મતો સાથે વિજયી બનાવશે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news