સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ સહિત ગુજરાતના 151 તાલુકામાં ધોધમાર વરસાદ; 6 લોકોનાં મોત, જાણો ક્યાં કેટલો વરસ્યો

Gujarat Monsoon 2023: ગીર સોમનાથ જિલ્લામાં જાણે મેઘરાજા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ચોમાસાના ત્રીજા રાઉન્ડના પહેલા જ દિવસે જળબંબાકારની સ્થતિ સર્જાય છે. સૌથી સુત્રાપાડા અને કોડીનારમાં જાણે મેઘો ઓળઘોળ થયો હોય તેમ મન મૂકી વરસ્યો હતો.

સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ સહિત ગુજરાતના 151 તાલુકામાં ધોધમાર વરસાદ; 6 લોકોનાં મોત, જાણો ક્યાં કેટલો વરસ્યો

Gujarat Monsoon 2023: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં ધોધમાર વરસાદ વરસતા કડોદરા સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ધોરાજી, સુત્રાપાડામાં 10 ઇંચ, કોડિનારમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 

સુરત શહેરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તાલાલા, મેંદરડામાં 4-4 ઇંચ, ઉપલેટામાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયા હાટીના અને કેશોદમાં 3 ઇંચ વરસાદ, લુણાવાડામાં 2.5 ઇંચ વરસાદ, માણાવદરમાં 2 ઇંચ વરસાદ, ડભોઇ અને બારડોલીમાં 2 ઇંચ વરસાદ, સંખેડામાં 1.8 ઇંચ, માંગરોળમાં 1.7 ઇંચ વરસાદ, આણંદ 1.5 ઇંચ, ગઢડામાં 1.5 ઇંચ વરસાદ, ભરૂચ 1.3 ઇંચ, ગીર સોમનાથ 1.3 ઇંચ વરસાદ નોધાયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં જાણે મેઘરાજા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ચોમાસાના ત્રીજા રાઉન્ડના પહેલા જ દિવસે જળબંબાકારની સ્થતિ સર્જાય છે. સૌથી સુત્રાપાડા અને કોડીનારમાં જાણે મેઘો ઓળઘોળ થયો હોય તેમ મન મૂકી વરસ્યો હતો. પરંતુ મેઘરાજાનો આ હેત હવે ખેડૂતો અને લોકો માટે આફત સમાન બની રહ્યો છે, કારણ કે ધીમીધારે વરસ્યા બાદ જાણે આકાશમાંથી આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. 

કોડીનાર અને સુત્રાપાડામાં અનરાધાર આફતથી નદી નાળા ઓ બે કાઠે વહેવા લાગ્યા તો ખેડૂતોના ખેતરો જળ મગ્ન થયા. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પણ પાણી ફરી વળ્યા. જયારે સુત્રાપાડા અનરાધાર આફતથી પ્રશ્નાવડા ગામે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક ઘરો વરસાદી પાણી ઘુસી ગયા.

  • તાલાલા 4.15 ઇંચ
  • વેરાવળ 4.50 ઇંચ
  • સુત્રાપાડા 9 ઇંચ
  • કોડીનાર 6.5 ઇંચ
  • ભારે વરસાદથી સર્વત્ર પાણી જ પાણી

એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાતનો ડંકો! ટોચના 10 જિલ્લાઓમાં રાજ્યના 4 જિલ્લા

બીજી ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાના આગમન બાદ સતત વરસાદના કારણે હવે ખેડૂતો પણ કોપાયમાન થયા છે, કારણ કે સતત વરસતા વરસાદના લીધે ખેડૂતોના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, અને ખેડૂતો પણ આકાશ સામે મીટ માંડી જાણે મેઘરાજા ખમ્યાં કરો તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news