મોરબીના આ બે કલાકાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપશે તેની કલાનો લાઇવ ડેમો
ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતનો આંતરરાષ્ટ્રી કક્ષાનો જે કાર્યક્રમ યોજાવાનો છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં રહેતા અને કલાકારીગીર સાથે જોડાયેલા લોકોને દેશ વિદેશમાંથી આવતા લોકોની સમક્ષ તેની કળા રજુ કરવા માટે સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબી: આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતનો આંતરરાષ્ટ્રી કક્ષાનો જે કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં રહેતા અને કલાકારીગીર સાથે જોડાયેલા લોકોને દેશ વિદેશમાંથી આવતા લોકોની સમક્ષ તેની કળા રજુ કરવા માટે સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના બે યુવાનોની પસંદગી કરવામાં આવી છે. આ બે યુવાનો લાકડામાંથી બનતી નહેરૂ ગેઇટ ટાવરની ઘડિયાળ અને માટીમાંથી બનતી અદ્ભુત પ્રતિમાઓનો લાઇવ ડેમો આપવા માટે જવાના છે.
ગુજરાતમાં દેશ અને વિદેશમાંથી રોકાણકારો આવે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાતનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાવામાં આવે છે. જેમાં આવતા લોકો ગુજરાતના ખૂણેખૂણે રહેલી કલાથી વાકેફ થાય તે માટે જુદી-જુદી કલાકારીગીરી સાથે જોડાયેલા લોકોને બોલવવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં તેમની કલાને રજુ કરવા માટે સરકાર દ્વારા તેમને પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. જેનાથી કારીગરોને ઘણો ફાયદો થયા છે. આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જે વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ યોજવાનો છે. તેમાં મોરબીના મકનસર ગામના નિવાસી કમલેશ પ્રજાપતિ લાઇવ ડેમો આપવા જવાના છે. તેઓ માટીમાંથી જુદી-જુદી આકર્ષક પ્રતિમાઓ બનાવે છે અને તેઓ ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માટીમાંથી પ્રતિમાં બનાવશે અને તે પ્રતિમાં તેઓ વડાપ્રધાનને પોતાના હાથેથી આપવા ઇચ્છે છે.
છેલ્લા 40 વર્ષથી મોરબીના લાકડામાંથી નહેરૂ ગેઇટ જેવી લાકડાના ટાવર ઘડિયાળ બનાવવાના કામ સાથે જોડાયેલા જોગીદાસ પરિવારના યુવાન નીતિનભાઇ પણ તેમના વારસાગત ધંધાની સાથે જોડાયેલા છે. તેઓ નાનપણથી જ તેમને લાકડામાંથી નવનવી કૃતિઓ બનાવવાનું કામ ગમતું હતું. તે દરમિયાન ધેમેધીમે કરતા તેમણે ના માત્ર મોરબીના નહેરૂ ગેઇટ જેવી લાકડાના ટાવરની ઘડિયાળ પરંતુ એફિલ ટાવર, બુર્જ ખલીફા સહિતના પ્રખ્યાત ટાવરની આબેહુબ કૃતિ બનાવીને તેમાં ટાવર ઘડિયાળ બનાવી છે. જો કે, આગામી દિવસોમાં તા. 18થી 22 સુધી વાયબ્રન્ટ ગુજરાતના આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમાં તેઓ પોતાની કલાનો લાઇવ ડેમો આપવા માટે ગાંધીનગર જવાના છે.
કલાકારોની કલાની પ્રશંસા કરવામાં આવે તો તેમનો ઉત્સાહ વધે છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. જો કે, સરકાર દ્વારા ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં મોરબીના બે યુવાનોને પોતાની કલાને રજુ કરવાની તક મળી છે. જેથી આ બંને યુવાનો અને બંને યુવાનોના પરિવારોને ઉત્સાહ હોય તે સ્વાભાવિક વાત છે. પરંતુ આ બંને યુવાન બાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં મોરબી જિલ્લાનું પણ નામ રોશન કરવાના છે. જેથી ભવિષ્યમાં તેમના માટે કલાકારીગીરીના ક્ષેત્રમાં નવી દિશા ખુલ્લે તો નવાઇ નથીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે