અમદાવાદ: પાણીની પાઇપનું માપ લઇ રહેલા 2 મજુર ઉંધા માથે પટકાતા મોત

શહેરનાં જુહાપુરા વિસ્તારમાં વિશાલા સર્કલ નજીક AMCની પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે મજુરો ખાડામાં પડી જતા મોત નિપજ્યા હતા

અમદાવાદ: પાણીની પાઇપનું માપ લઇ રહેલા 2 મજુર ઉંધા માથે પટકાતા મોત

અમદાવાદ : શહેરનાં જુહાપુરા વિસ્તારમાં વિશાલા સર્કલ નજીક AMCની પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે મજુરો ખાડામાં પડી ગયા હતા. પાણીની લાઇનનું માપ લેતા સમયે પગ લપસી જવાનાં કારણે બંન્ને ચેમ્બરમાં પટકાયા હતા. જેના કારણે બંન્ને મજુરોનાં મોત નિપજ્યા છે. ફાયર બ્રિગેડનાં જવાનોએ આવીને બંન્ને મજુરોને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજી કાલે જ વડોદરામાં એલએન્ડટીનું એક જુનુ બિલ્ડિંગ ઉતારતા સમયે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં આખુ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા તેમાં કામ કરી રહેલા 7થી વધારે મજુરો દટાયા હતા. જેના પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. ફાયર દ્વારા ત્યાં પણ રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અંદર ફસાયેલા તમામ મજુરોને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી.
થરાદ બેઠકનું ગણિત : એક સમયે જીત માટે આસાન ગણાતી આ બેઠક કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે

સુરત : Youtube પર Video જોઈ ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું, 52 અછોડા તોડનાર આખરે પકડાયો
જો કે વિશાલા સર્કલ નજીક બનેલી ઘટનામાં તો સૌથી મોટો સવાલ ઉઠે છે કે મજુરો માપ લઇ રહ્યા હતા ત્યારે અચાનક ઉંધા માથે પટકાયા હતા. જો કે આ મજુરોએ સેફ્ટીના કોઇ જ સાધન પહેરેલા નહોતા. જો તેમને હેલમેટ કે અન્ય સુરક્ષાના સાધનો પહેરેલા હોત તો તેઓનાં જીવ બચી શક્યા હોત. પરંતુ શા કારણથી આ સાધનો પહેર્યા નહોતા તે કારણો હજી બહાર આવી શક્યા નથી. હાલ તો કામ ચાલી રહ્યું હતું તેના કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને બોલાવવામાં આવ્યા છે. તેમના નિવેદનો બાદ આખો મામલો સ્પષ્ટ થશે.

અમદાવાદના વિશાલા સર્કલ પાસે પાણીની ચેમ્બરમા પડતા બે મજૂરોના મોત થયા છે ..કોર્પોરેશન દ્વારા બંધ પાણીની ચેમ્બરનું કામ ચાલી રહ્યું હતું જેમાં 3 મજૂરો માપણી કરવા ઉતાર્યા હતા જેમાં પટકાવાથી 2 મજૂરના મોત થયા હતા તો એક ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ..કોન્ટ્રાક્ટર દ્વારા સેફટી વગર જ માપણી કરવા ઉતરવામા આવ્યા અને મોત થયું ત્યારે  મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સેફટી વગર ચેમ્બરમા ઉતરતા ગૂંગળામણથી મોત થયા છે ..હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ અવાર નવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે અનેક મજૂરોના મોત થયા છે ત્યારે હવે આ ઘટનામાં કોર્પોરેશન કોન્ટ્રાક્ટર સામે શુ કાર્યાવહી કરે છે તે જોવાનું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news