મહીસાગરના કડાણા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત
કેનાલમાં બપોરના સમયે બે બાળકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન બંન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
Trending Photos
અલ્પેશ સુથાર/મહીસાગરઃ મહીસાગરના કડાણા તાલુકાના રણકપુર ગામે સુજલામ સુફલામ કેનાલમાં ન્વાહા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. રણકપુરથી ઢીંગલવાડા વચ્ચે પસાર થતી કેનાલમાં બે બાળકો ન્હાવા પડ્યા હતા. કેનાલમાં પાણી હોવાને કારણે બંન્ને બાળકો ડૂબી ગયા હતા. ત્યારબાદ આસપાસના સ્થાનિકોએ બંન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર મહીસાગર જિલ્લાના કડાણાના રણકપુર ગામે સુજલામ સુફલામ કેનાલ પસાર થઈ રહી છે. રણકપુરથી ઢીંગલવાડા વચ્ચે પસાર થતી કેનાલમાં બપોરના સમયે બે બાળકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન બંન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
‘આઈક્રિએટ’ના સંશોધકોની કમાલ, હવામાં રહેલાં વાયરસનો નાશ કરવા બનાવ્યું ‘સ્પેસ સેનિટાઈઝર’
મૃત્યુ પામનાર બંન્ને બાળકો અમથાણી ગામના રહેવાસી છે. બંન્નેની ઉંમર આશરે 15 વર્ષની આસપાસ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે