ભારત અને ચીન વચ્ચે બોર્ડર વિવાદ, ટ્રંપે કહ્યું- અમેરિકા મધ્યસ્થતા માટે તૈયાર
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા બોર્ડર વિવાદ વચ્ચે અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી કહ્યું કે, જો ભારત અને ચીન ઈચ્છે તો અમેરિકા મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે ભારત અને ચીન બંનેને જાણકારી આપી છે કે, અમેરીકા તેમની વચ્ચે સ્થિત બોર્ડર વિવાદ માટે મધ્યસ્થ બનવા ઈચ્છુક પણ છે અને તેને પૂર્ણ કરવા સક્ષમ પણ છે.
We have informed both India and China that the United States is ready, willing and able to mediate or arbitrate their now raging border dispute: US President Donald Trump (file pic) pic.twitter.com/JRwUKIFkQx
— ANI (@ANI) May 27, 2020
આ વચ્ચે ભારતમાં ચીનના રાજદૂત સુન વઈડોંગે કહ્યું કે, ભારત અને ચીન એકબીજાના દુશ્મન નથી પરંતુ એક બીજા માટે તક છે. ભારત અને ચીન બંને મળીને કોરોના વાયરસથી લડી રહ્યાં છે. બંને દેશોની વચ્ચે જે તણાવ છે તેની અસર સંબંધો પર પડવી જોઈએ નહીં. બંને દેશોએ વાતચીત દ્વારા મતભેદ ઉકેલવા જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે