તાપીમાં અપહરણ અને મહિલાની છેડતી, પોલીસે કરી બે આરોપીની ધરપકડ
તાપી જિલ્લામાં અપહરણ અને મહિલાની છેડતીની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, પોલીસે ફરિયાદ થતા આરોપી અને તેના સાગરીતને જેલ ભેગા કરી દીધા છે
Trending Photos
નરેન્દ્ર ભૂવેચિત્રા/ તાપી: તાપી જિલ્લામાં અપહરણ અને મહિલાની છેડતીની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, પોલીસે ફરિયાદ થતા આરોપી અને તેના સાગરીતને જેલ ભેગા કરી દીધા છે. વ્યારા સ્થિત સેવા સદનમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારી પોતાની નોકરી પર સવારે જઇ રહી હતી. ત્યારે બે શખસો સફેદ કલરની કારમાં સવાર થઈને આવ્યા હતા, જે પૈકી રાહુલ ચૌધરી નામના યુવકએ મહિલા પોતાનું મોપેડ પાર્ક કરતી હતી તે દરમ્યાન કમરના ભાગે પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી.
ત્યારે મહીલા દ્વારા બુમાબુમ કરતા આસપાસ લોકો ભેગા થઈ ને બને શખ્શો પકડી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને આરોપીઓની અટક કરી વધુ તપાસ માટે વ્યારા પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ કે, રાહુલ ચૌધરી નામના યુવક ઘણા સમયથી યુવતીનો પીછો કરતો હતો, એક તરફી પ્રેમમાં અંધ આ યુવક અવારનવાર યુવતીને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરતો હતો.
વ્યારા તાલુકામાં રહેતો રાહુલ ચૌધરીએ યુવતી સાથે બદઇરાદાનો મનસુબો પાર કરવા માટે જબરજસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી. વ્યારા પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ લઈને પોલીસે છેડતી અને અપહરણ અંગેનો ગુનો નોંધી રાહુલ ચૌધરી અને ગણેશ ગામીત નામના બન્ને આરોપીઓની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લામાં ચકચાર મચાવનારી આ ઘટનામાં હાલતો મહિલા અને લોકોની સમયસૂચકતાથી વ્યારા પોલીસે રાહુલ ચૌધરી અને ફોર્ચ્યુનર કારનો ચાલક ગણેશ ગામીત આમ બને આરોપી અટક કરી છે, અને મહીલાની અપહરણ કરવામાં ઉપીયોગ થયેલ ફોર્ચ્યુનર કાર પણ કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ યુવાન દ્વારા શામાટે આ મહીલાનું અપહરણ કરી મહીલા સાથે શું કરવા માંગતો હતો તે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે