અમદાવાદમાં ફરી આયશાવાળી થતા રહી ગઈ, એસીપીએ મહિલાને સાબમરતીમાં આત્મહત્યા કરતી બચાવી

અમદાવાદમાં આયશા કેસનું પુનરાવર્તન થતાં સોમવારે પોલીસના એક અધિકારીએ અટકાવ્યું હતું. સોમવારની બપોરે સુભાષબ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવતા સમયે ફરઝાનબાનુને બચાવી લેવાયા હતા અને આ બચાવ અન્ય કોઈ નહિ પણ અમદાવાદ SOG ના એસીપી બીસી સોલંકીએ કર્યો હતો. 
અમદાવાદમાં ફરી આયશાવાળી થતા રહી ગઈ, એસીપીએ મહિલાને સાબમરતીમાં આત્મહત્યા કરતી બચાવી

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં આયશા કેસનું પુનરાવર્તન થતાં સોમવારે પોલીસના એક અધિકારીએ અટકાવ્યું હતું. સોમવારની બપોરે સુભાષબ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવતા સમયે ફરઝાનબાનુને બચાવી લેવાયા હતા અને આ બચાવ અન્ય કોઈ નહિ પણ અમદાવાદ SOG ના એસીપી બીસી સોલંકીએ કર્યો હતો. 

એસઓજી-ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.સી.સોલંકી અને સ્ટાફ સોમવારના રોજ સરકારી કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન એક મહિલા સાબરમતી નદીમાં ઝંપલાવવા જઈ રહી હતી. એ જ સમયે એસીપી બીસી સોલંકી સહિતના સ્ટાફની નજર નદીમાં કૂદકો મારવા જતી મહિલા પર પડી હતી અને તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. તેઓએ મહિલાને બચાવી લીધી હતી. આ મહિલાનું નામ ફરઝાનબાનુ હોવાનું સામે આવ્યું હતું. મહિલાએ પોલીસને કહ્યું કે, મારા સાસુ હેરાન કરે છે. તેથી હું નાસીપાસ કરીને આત્મહત્યા કરવા જઈ રહી હતી. 

No description available.

એસીપી બીસી સોલંકીએ પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સાસુના ત્રાસથી ત્રસ્ત પરિણીતાએ જિંદગી ટૂંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસીપી સોલંકીએ પરિણીતાને મહિલા પોલીસને સોંપી હતી અને મહિલા પૂર્વ પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news