સુરતમાં લાવવામાં આવી ટર્કીશ ડુંગળી, ભારતીય ડુંગળી કરતા વેચાઈ રહી છે સસ્તી
Trending Photos
ચેતન પટેલ/સુરત :કમોસમી અને ભારે વરસાદના કારણે ડુંગળી ના ભાવો હજી પણ ચોથા આસમાને છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી બજારમાં 140 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે (onion price) વેચાણ થઈ રહી છે. જે સામાન્યથી લઈ ગરીબ વર્ગ માટે ખરીદી કરવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે સામે સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી (turkish onion) આવી છે. જે સાઈઝમાં ઘણી મોટી છે. જે હોલસેલ ભાવમાં પ્રતિ 60 થી 65 રૂપિયા કિલો વેચાઈ રહી છે. પરંતુ સાઈઝમાં તુર્કી ડુંગળી મોટી હોવાના કારણે અને સ્વાદમાં પણ તીખાશ અથવા મીઠાશ ન હોવાથી લોકો આ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યાં છે.
Exclusive : ગુજરાતના બાળકોનું ભવિષ્ય પસ્તીમાં રઝળતુ મળ્યું, બોર્ડની સામગ્રીઓ ભંગારના ગોડાઉનમાંથી મળી
છેલ્લા અઢી માસથી ડુંગળીના ભાવો લોકોને રડાવી રહ્યાં છે. પરંતુ ડુંગળી ના ભાવો ઉતરવાનું નામ નથી લાઇ રહ્યા.જેની પાછળનું કારણ કમોસમી વરસાદ છે. નાસિકથી આવતી તુર્કી ડુંગળીનો મોટો સ્ટોક હાલ સુરતની સરદાર માર્કેટમાં આવ્યો છે. પરંતુ સાઈઝમાં મોટી અને વજનમાં પણ ઓછી ઉતરવાના કારણે ખરીદી નહિવત જોવા મળી રહી છે. જેના કારણે વેપારી આલમમાં ડુંગળીના નહિવત ઉપાડને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે આગામી દિવસોમાં હવે ડુંગળીના ભાવોમાં ઘટાડો થવાની આશા પણ વેપારી આલમ દ્વારા વ્યક્ત કરી છે.
તુર્કીની ડુંગળીની વિશેષતા
- સુરતના વેપારીઓએ તુર્કીથી જે ડુંગળી મંગાવી છે તેનો માર્કેટમાં જથ્થાબંધ ભાવ 60 થી 65 રૂપિયે કિલો છે.
- આ ડુંગળીની સાઈઝ મોટી છે. તેનો રંગ પણ સફેદ કલર છે.
- સ્વાદની વાત કરીએ તો સ્વાદમાં જરા પણ નથી
- હાથમાં ભારતીય ડુંગળીને ટર્કીશ ડુંગળી પકડો તો બંનેમાં જમીન-આસમાનનો ફરક દેખાઈ આવે છે. ટર્કીશ ડુંગળી એક કિલો ખરીદીએ તો તેના બે કે ત્રણ નંગ આવે. ભારતીય ડુંગળીમાં એક કિલોના 8-10 નંગ આવે છે, જ્યારે કે, ટર્કીશ ડુંગળી મોટી હોવાથી તેના નંગ ઓછા આવે છે.
- વપરાશમાં લેવા માટે ટર્કીશ ડુંગળી અડધી કાપો તો અડધી પડી રહે છે, તેથી લોકો ભારતીય ડુંગળી વધુ પસંદ કરે છે.
એક વેપારીએ જણાવ્યું કે, માર્કેટને કન્ટ્રોલ કરવા માટે તુર્કીથી ખાસ ડુંગળી મંગાવવામાં આવી છે. તો બીજી તરફ, ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણેની આ ડુંગળી નથી. આમાં ટેસ્ટ નથી આવતો, માત્ર હોટલવાળા જ તેને ખરીદે છે. છૂટક વેચનારા તેને વેચવા માટે નથી લઈ જતા, કારણ કે તેનો ટેસ્ટ નથી આવતો.
અન્ય એક વેપારીએ જણાવ્યું કે, ભારતીય ડુંગળી મોંઘી બનતા નાગરિકોના કહેવાથી ટર્કીશ ડુંગળી મંગાવવામાં આવી હતી. પણ હાલ કોઈ તેને ખરીદી નથી રહ્યું. જ્યારે પણ સરકાર આ પ્રકારની ડુંગળી મંગાવે છે ત્યારે તેને વેચવામાં તકલીફ થાય છે. ભાવ નિયંત્રણ કરવા મંગાવાઈ છે, પણ તેનુ વેચાણ નથી. નાસિકની ડુંગળીની સરખામણીમાં તેના ભાવ ઓછા હોય તેમ છતા લોકો તેને લઈ જતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે