પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના
નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરમાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો. આ મામલે પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી. પવિત્ર રમઝાન મહિનામાં તલાક કહેતા મહિલાનો પરિવાર દુઃખી થયો છે.
Trending Photos
સ્નેહલ પટેલ/નવસારી :નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજની પરિણીતાને તેના પતિએ જાહેરમાં ત્રણવાર તલાક કહીને જતો રહ્યો હતો. આ મામલે પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી. પવિત્ર રમઝાન મહિનામાં તલાક કહેતા મહિલાનો પરિવાર દુઃખી થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના મુસ્લિમ સમાજમાં ત્રણ તલાક આપવાની પ્રથમ ઘટના બનતા ચકચાર મચી છે. લંગરવાડમાં રહેતી પરિણીતા નાહીદબાનુ ઈકબાલ શેખે ફરિયાદ નોંધાવી છે કે, તેના લગ્ન 2016ના વર્ષમાં થયા હતા. ત્યાર બાદથી તેનો પતિ મુમ્તઝીર સલીમ મુલ્લા, સાસુ મુમતાઝબેન અને સસરા સલીમ તથા જેઠ આફતાફ બધા તેને ત્રાસ આપતા હતા. સતત માનસિક ત્રાસ આપીને નાહીલબાનુ ઈકબાલ સાથે મારઝૂડ કરવામાં આવી હતી. એટલુ જ નહિ, નાહીલબાનુ પાસેથી વારંવાર દહેજની પણ માંગણી કરવામાં આવતી હતી.
નાહીદબાનુ ઈકબાલનો પતિ મુમ્તઝીર સલીમ મુલ્લા
ત્યારે 20 મેના રોજ તેના પતિ મુમ્તઝીર મુલ્લાએ તેને પિયરમાં આવીને મુસ્લિમ સમાજના રિવાજ મુજબ જોરજોરથી સંભળાય તે રીતે ત્રણ તલાક બોલ્યા હતા. મુમ્તઝીરે પત્નીને કંઈ પણ બોલવાની તક આપી ન હતી અને ત્યાંથી નીકળી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હતો, ત્યારે જ પતિએ પત્નીને જાહેરમાં તલાક કહેતા પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ એનડીએની સરકારે ત્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકતો ખરડો પસાર કર્યો છે. ત્યારે હજી પણ અનેક કિસ્સાઓ બની રહ્યાં છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે