એલિયનો દ્વારા અમદાવાદમાં નાખવામાં આવ્યો ટાવર?વિચિત્ર પ્રકાશ અને લખાણથી લોકોમાં કુતૂહલ

  સમગ્ર વિશ્વના 30 દેશનાં વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલિથ ગુજરાતમાં પણ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે.

એલિયનો દ્વારા અમદાવાદમાં નાખવામાં આવ્યો ટાવર?વિચિત્ર પ્રકાશ અને લખાણથી લોકોમાં કુતૂહલ

મૌલિક ધામેચા/અમદાવાદ :  સમગ્ર વિશ્વના 30 દેશનાં વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલિથ ગુજરાતમાં પણ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. અમદાવાદમાં જોવા મળેલું આ સ્ટ્રક્ચર સ્ટીલનું છે. જો કે વિશ્વનાં અલગ અલગ દેશોમાં અલગ અલગ પદાર્થમાંથી બનેલા મોનોલિથ જોવા મળ્યા છે. જો કે અત્યાર સુધી સમાચારમાં જ જોવા મળેલા મોનોલિથ થલતેજમાં જોવા મળતા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. લોકો કુતુહલવશ ભીડ થઇ રહી છે. 

આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાનાં યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યાર બાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કન્ટ્રી રોમાનિયા અને અન્ય સ્થળો પર મોનોલિથ જોવા મળ્યા હતા. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 30 દેશોનાં વિવિધ સ્થળો પર આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા હતા. આ મોનોલિથ સમગ્ર વિશ્વના માધ્યમોમાં ચમક્યાં હતા. સિમ્ફની ગાર્ડનમાં કામ કરનાર માળીએ મીડિયાને જણાવ્યું હતું કે, એક દિવસ સાંજે ઘરે ત્યારે ગાર્ડનમાં કોઇ પણ પ્રકારનું સ્ટ્રક્ચર નહોતુ. જો કે બીજા દિવસે જ્યારે તેઓ કામ કરવા આવ્યા તો આ સ્ટ્રક્ચર હતું. 

સિમ્ફની ગાર્ડનમાં જોવા મળેલા આ ત્રિકોણાકાર સ્ટિલનાં સ્ટ્રક્ચરનાં મોનોલિથમાં ખાસ પ્રકારનાં નંબરો પણ લખેલા હતા. ગાર્ડનમાં આવતા લોકો તેને કુતુહલથી જોઇ રહ્યા છે. લોકો તેની સાથે તસ્વીરો પડાવવા માટે પડાપડી કરી રહ્યા છે. મોનોલિથ પર એક સિમ્બોલ છે. આ ગાર્ડન પીપીપી ધોરણે ઉભો કરાયો છે. સિમ્ફની કંપની અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ ગાર્ડનનું સંચાલન સંયુક્ત ધોરણે કરાઇ રહ્યું છે. જો કે આ મોનોલિથ અંગે ગાર્ડન કે તંત્ર પાસે કોઇ જ માહિતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news