Somnath થી દીવની આજથી ટુરીસ્ટ બસનો પ્રારંભ, જાણો કેટલામાં રૂપિયા છે ટિકિટ
સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) દ્રારા સોમનાથથી (Somnath) દીવના (Diu) આજથી ટુરીસ્ટ બસનો (Tourist bus) પ્રારંભ કરાયો છે. માત્ર 500 રૂપીયામાં સોમનાથથી દીવ યાત્રીકોને લઈ દીવના તમામ જોવા લાયક સ્થળો બતાવી ભોજન કરાવી યાત્રીકોને પરત સોમનાથ લાવશે
Trending Photos
હેમલ ભટ્ટ/ ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust) દ્રારા સોમનાથથી (Somnath) દીવના (Diu) આજથી ટુરીસ્ટ બસનો (Tourist bus) પ્રારંભ કરાયો છે. માત્ર 500 રૂપીયામાં સોમનાથથી દીવ યાત્રીકોને લઈ દીવના તમામ જોવા લાયક સ્થળો બતાવી ભોજન કરાવી યાત્રીકોને પરત સોમનાથ લાવશે. નહી નફો નહી નુકશાનથી પ્રવાસીઓને સુવીધાઓ અપાશે.
સોમનાથથી (Somnath) પ્રતિ યાત્રીક દીઠ 500 રૂપીયાના દરે આ બસ સવારે 8 વાગ્યે યાત્રીકો સાથે સોમનાથથી ઊપડશે. જે બસ સવારે 10 વાગ્યે દીવ (Diu) પહોચશે. જ્યાં પર્યટન સ્થળો જેમાં દીવમાં ગંગેશ્વર મહાદેવ નાગવાબીચ ચર્ચ તેમજ પ્રાચીન કિલ્લાઓ ખુખરી સ્માર્ક વગેરે સ્થાનો બતાવશે. બપોરના આ ટુરીસ્ટોને ભોજન પણ ટ્રસ્ટ દ્રારા અપાશે. આમ નહી નફો નહી નુકશાનના દરે આ બસનો (Tourist bus) આજે પ્રારંભ કરાયો છે.
સોમનાથ ટ્રસ્ટના (Somnath Trust) ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્રારા પ્રથમ દીવસે યાત્રીકોને મોઢા મીઠાં કરાવી શ્રીફળ વધારી અને પુજાવીધી સાથે જય સોમનાથના નાદ સાથે આજે પ્રથમ દીવસે પ્રથમ ટ્રીપનો પ્રારંભ કર્યો હતો. આજે પ્રથમ દીવસ પ્રવાસીઓ પુર્ણ માત્રામાં દીવ જવા રવના થયા હતાં.
સામાન્ય રીતે સોમનાથ આવતાં યાત્રીકો પ્રવાસન સ્થળ દીવ જવા આતુર હોય પરંતુ અહીથી ખાનગી વાહનમાં જતા આવતાં 2 થી 3 હજારનો પ્રવાસીઓને ખર્ચ થતો સાથે અજાણ્યા યાત્રીકો હોય, ત્યારે ગાઈડ સાથે આ સોમનાથ ટ્રસ્ટની ટુરીસ્ટ બસ શરૂ થતાં યાત્રીકોમાં ભારે ખુશી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે