Coronavirus: દેશને ડરાવી રહી છે કોરોનાની ગતિ, લગભગ 41 હજાર નવા કેસ નોંધાયા, 111 દિવસનો તૂટ્યો રેકોર્ડ
ભારત (India) માં આજે કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 1,11,07,332 સુધી પહોંચી છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.12% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 23,653 દર્દીઓ સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 188 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: કોવિડ-19 (Covid 19) ની સ્થિતિ જોઇએ તો, પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર (Maharashtra), પંજાબ (Punjab), કર્ણાટક, ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં દૈનિક ધોરણે નવા કેસો (New Case) ની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 83.7% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં નવા 40,953 દર્દીઓ સંક્રમિત થયા છે.
મહારાષ્ટ્ર (Maharashtra) માં એક દિવસમાં સૌથી વધુ 25,681 દર્દી પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબ (Punjab) માં એક દિવસમાં વધુ 2,470 જ્યારે કેરળ (Kerala) માં વધુ 1,984 કેસ નોંધાયા છે. આઠ રાજ્યોમાં નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં નવા કેસો વધી રહ્યાં છે. કેરળમાં સતત નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.
ભારત (India) માં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 2,88,394 નોંધાયું છે જે દેશમાં કુલ પોઝિટીવ કેસોમાંથી 2.50% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં 17,112 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્ર (Maharashtra), કેરળ અને પંજાબ (Punjab) માં દેશના કુલ સક્રિય કેસોમાંથી 76.22% કેસ છે.
ભારત (India) માં આજે કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 1,11,07,332 સુધી પહોંચી છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.12% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 23,653 દર્દીઓ સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 188 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા મૃત્યુઆંકમાં 81.38% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્ર (Maharashtra) માં સતત મહત્તમ મૃત્યુઆંક (70) નોંધાવાનું ચાલુ છે. ત્યારબાદ, પંજાબમાં છેલ્લા 24 કલાકમાં વધુ 38 જ્યારે કેરળમાં વધુ 17 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આસામ, ઉત્તરાખંડ, ઓડિશા, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
ભારત (India) કોવિડ-19 સામેની જંગમાં એક સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચ્યું છે. દેશમાં કુલ 4 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 6,86,469 સત્રોનું આયોજન કરીને દેશમાં રસીના કુલ 4,20,63,392 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં 77,06,839 HCWs (પ્રથમ ડોઝ), 48,04,285 HCW (બીજો ડોઝ), 79,57,606 FLWs (પથમ ડોઝ) અને 24,17,077 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 32,23,612 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,59,53,973 લાભાર્થી સામેલ છે.
દેશમાં રસીકરણ કવાયતના 63મા દિવસે (19 માર્ચ 2021) રસીના 27,23,575 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 38,989 સત્રો યોજીને 24,15,800 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 3,07,775 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
18 માર્ચ 2021 સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કુલ 39.34 મિલિયન રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ભારત કોઇપણ દેશ દ્વારા આપવામાં આવેલા રસીના ડોઝની સંખ્યા મામલે બીજા ક્રમે (US પછી) આવી ગયું છે.
દસ રાજ્યો એવા છે જ્યાં આજદિન સુધીમાં આપવામાં આવેલા રસીના બીજા ડોઝની કુલ સંખ્યામાંથી 68% ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા રસીના કુલ 27.23 લાખમાંથી 80% ડોઝ આ 10 રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે