અમદાવાદ: મિત્રતા કેળવીને પછી તોસીફ નામના લંપટે 17 વર્ષની તરૂણીને પીંખી નાખી

ગોમતીપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પહેલા ઓળખાણ ત્યારબાદ વાતચીત અને છેલ્લે આરોપીએ સગીરાને હવસનો ભોગ બનાવી હતી. કઈ રીતે આરોપીએ પ્રેમની જાળ પાથરીને તરૂણીને પીંખી નાખી હતી. શહેરમાં સવાર પડે અને દુષ્કર્મની ઘટના સામે આવે છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા મહિલા સાથે તેની સગીર દીકરી પણ શાકભાજીના વેચાણ માટે જતી હતી. 
અમદાવાદ: મિત્રતા કેળવીને પછી તોસીફ નામના લંપટે 17 વર્ષની તરૂણીને પીંખી નાખી

જાવેદ સૈયદ/અમદાવાદ : ગોમતીપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પહેલા ઓળખાણ ત્યારબાદ વાતચીત અને છેલ્લે આરોપીએ સગીરાને હવસનો ભોગ બનાવી હતી. કઈ રીતે આરોપીએ પ્રેમની જાળ પાથરીને તરૂણીને પીંખી નાખી હતી. શહેરમાં સવાર પડે અને દુષ્કર્મની ઘટના સામે આવે છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા મહિલા સાથે તેની સગીર દીકરી પણ શાકભાજીના વેચાણ માટે જતી હતી. 

આ દરમિયાન આરોપી તૌસીફ ઉર્ફે કાળીયાની નજર સગીરા પર પડી હતી. સગીરા સાથે ઓળખાણ થઇ હતી. જોકે આ ઓળખાણનો ઉપયોગ આરોપીએ તેની હવસને સંતોષવા કર્યો હતો. સગીરાને એકલી જોઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ગોમતીપુરમાં રહેતી આ સગીરાનો પરિવાર જ્યારે બહારગામ ગયો હતો. સગીરા આ સમય દરમ્યાન મેડિકલ પર દવા લેવા ગઈ હતી. ત્યારે આરોપી તોશીફ રીક્ષા લઈને સગીરા પાસે પહોંચ્યો હતો. આરોપીએ સગીરાને ઘરે મૂકી જશે તેમ કહીને સગીરાને ફોસલાવીને રીક્ષામાં બેસાડીને આવરું જગ્યા એ લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 

દુષ્કર્મ આચર્યા પછી પીડિતાને ધમકાવી હતી અને કોઇને આ અંગે કાંઇ પણ જાણ નહી કરવા માટે જણાવ્યું હતું. જો કે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘટનાના બીજા દિવસે પીડિતાને પેટમાં દુખતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી તરૂણીએ પોતાની માતાને પોતાની સાથે થયેલી ઘટના અંગે જાણ કરી હતી. આમ આરોપીએ પહેલા તો સગીરા સાથે ઓળખાણ બનાવી. 1 વર્ષની ઓળખાણનો લાભ લઈને સગીરા સાથે  દુષ્કર્મ આચર્યું. હાલતો ગોમતીપુર પોલીસે આરોપી તોસીફને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news