50 કંપનીઓ ઉભી થાય એટલી રકમ દાનમાં આપશે બે ગુજરાતી ભાઈઓ, દૂર થશે અનેક ના દુઃખડા

Torrent Group Share Price:  તમે ઘણાં દાની જોયા હશે પણ આવું દાન તો કોઈએ નહીં કર્યું હોય. ગુજરાતીઓ ભાઈ મળીને કરી રહ્યાં છે સમાજ કલ્યાણનું કામ. જાન્યુઆરીથી આ કંપનીના શેર સતત ધૂમ મચાવી રહ્યાં છે. જાન્યુઆરીથી સ્ટોકમાં 51%નો વધારો થયો છે. 

50 કંપનીઓ ઉભી થાય એટલી રકમ દાનમાં આપશે બે ગુજરાતી ભાઈઓ, દૂર થશે અનેક ના દુઃખડા

Torrent Group: સમાજ કલ્યાણ અને દાન ધરમની વાત આવે ત્યારે ગુજરાતીઓ હંમેશા આવા સતકાર્યમાં અગ્રેસર હોય છે. ત્યારે આ યાદીમાં વધુ બે ગુજરાતીઓનું નામ સામેલ થવા જઈ રહ્યું છે. બે ગુજરાતીઓ ભાઈઓ કરવા જઈ રહ્યાં છે માનવ સેવાનું ભગીરથ કાર્ય. જેના માટે તેમણે 50 કંપનીઓ બની શકે એટલી રકમ દાનમાં આપવાનું નક્કી કર્યું છે.

ગુજરાતીઓ દાનમાં અગ્રેસર

અહીં વાત થઈ રહી છે ટોરેન્ટ ગ્રૂપના માલિક એવા બે ગુજરાતી ભાઈઓની. અહીં વાત થઈ રહી છે ટોરેન્ટ ગ્રુપના અબજોપતિ ભાઈઓ સુધીર અને સમીર મહેતાની. આ બન્ને ઉદ્યોગપતિ ભાઈઓએ આપ્યું છે રૂપિયા 5000 કરોડનું દાન આપવાનું વચન.આ એક મોટા સમાચાર છે. ગુજરાતીઓ હંમેશાં દાન આપવામાં અગ્રેસર રહેતા હોય છે. 

દાનનો ઉપયોગ ક્યાં થશે?
મેનેજમેન્ટને જણાવી દઈએ કે આ દાનનો ઉપયોગ UNM ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય સંભાળ, શિક્ષણ, ઇકોલોજી અને કલાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. મહેતા પરિવાર તેની સંપત્તિનો મોટો હિસ્સો ટોરેન્ટ ફાર્મા પાસેથી મેળવે છે, જે $5 બિલિયન જૂથની મુખ્ય કંપની છે. જૂથ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ટોરેન્ટ જૂથ કંપનીઓના વૈધાનિક CSR યોગદાન ઉપરાંત હશે. નિવેદન અનુસાર, યુ.એન. મહેતાને પ્રતિકૂળતા, વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકારનો સામનો કરવા માટે તેમના નિશ્ચય માટે યાદ કરવામાં આવે છે.

ટોરેન્ટના શેરમાં વધારો-
ભગવાનની આ ગુજરાતીઓ પર એવી કૃપા છેકે, જ્યાં હાથ નાંખે ત્યાં સોનું થઈ જાય છે. હાલમાં આ કંપનીના શેર પણ રોકેટની જેમ શેર માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો શેર આજે 2.83 ટકાના વધારા સાથે 2,674.15ના સ્તરે છે. તે જ સમયે, કંપનીના શેરમાં છેલ્લા 6 મહિનામાં 42.22 ટકાનો વધારો થયો છે. 6 મહિનાના ગાળામાં આ શેરની કિંમતમાં 793.90 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, YTDમાં આ શેર 16.45 ટકા વધ્યો છે.

બે ગુજરાતી ભાઈઓ આપશે 5000 કરોડનું દાનઃ
ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવારે આગામી 5 વર્ષમાં આ રકમ UNM ફાઉન્ડેશનને દાનમાં આપવાનું નક્કી કર્યું છે. આ અંગેની માહિતી ગ્રુપ દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે UNM ફાઉન્ડેશનનું નામ UN મહેતાના નામ પર રાખવામાં આવ્યું છે. ગૃપ દ્વારા અનેક સામાજિક કાર્યોને પૂર્ણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારે આગામી 5 વર્ષમાં આ રકમ UNM ફાઉન્ડેશનને દાનમાં આપવાનું નક્કી કર્યું છે. આ અંગેની માહિતી ગ્રુપ દ્વારા આપવામાં આવી છે. "આ યોગદાન ટોરેન્ટ ગ્રૂપની કંપનીઓના વૈધાનિક CSR યોગદાન ઉપરાંત હશે," ફાર્માસ્યુટિકલ-ટુ-પાવર વેન્ચર તરફથી એક રિલીઝમાં જણાવાયું છે.

કંપનીની શરૂઆત 1959માં થઈ હતી-
અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ દાન 1 એપ્રિલથી શરૂ કરશે. UNM ફાઉન્ડેશનને રૂ. 5,000 કરોડ એટલે કે લગભગ $600 મિલિયન આપવાના છે. આ જૂથની સ્થાપના વર્ષ 1959 માં કરવામાં આવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news