Tomato Price Fall : ઘટી ગયા ટામેટા અને શાકભાજીના ભાવ, આ રહ્યો ટામેટાનો નવો ભાવ
Tomato Price Fall Down : મોંઘવારીના વિવિધ મોરચે લડતા લોકોને ટામેટાના ભાવમાં રાહત મળી... લાંબા સમય બાદ ટામેટાના ભાવમાં ઘટાડો આવ્યો... હવે આ ભાવે મળી રહ્યાં છે માર્કેટમાં
Trending Photos
Tomato Price દિવ્યેશ જોશી/રાજકોટ : છેલ્લા એક મહિનામાં સમગ્ર રાજ્યમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. લાલચોળ ટામેટાના ભાવ પણ લાલચોળ થયા હતા. ત્યારે એકાએક ટામેટાની બજારમાં ભાવ ઘટાડો નોંધાયો છે. લાંબા સમયથી એક કે બે ટામેટા લેતી મહિલાઓ હવે ખાસ ટામેટા લેવા ઉભી રહેતી જોવા મળે છે. ત્યારે હાલ ગુજરાતમાં ટામેટાના ભાવ શું છે તે જાણવામાં તમને જરૂર તાલાવેલી જાગી હશે. હાલ ટામેટાના ભાવ 70 થી 80 રૂપિયા કિલો પર પહોંચી ગયા છે. જે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે.
ટામેટાના ભાવ ઘટ્યાના સમાચાર વચ્ચે રાજકોટની બજારમાં ટમેટાના ભાવ આજે રવિવારે ફરી વધેલા જોવા મળ્યા. ટમેટાના ભાવમાં ઘટાડા બાદ સતત બે દિવસથી કિલોએ 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો. ટમેટાના ભાવમાં ફરી 30 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં ટમેટાના ભાવ 80 રૂપિયાથી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. હજી બે દિવસ પહેલા 70 રૂપિયા કિલો ટામેટા મળતા હતા.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલા જથ્થાબંધ 50 થી 60 રૂપિયા કિલો હરાજી થતી હતી આજે 70 થી 80 રૂપિયા કિલો હરાજી થઈ હતી. રાજકોટમાં દરરોજ 10 ટ્રક જેટલા ટમેટાની આવક થઈ રહી છે. મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી હાલમાં ટમેટા આવી રહ્યા છે. તો દરેક શાકભાજીમાં ભાવમાં 50% જેટલો ઘટાડો થયો છે. લોકલ શાકભાજીની આવકમાં વધારો થતા ભાવ ડાઉન થયા છે. આ કારણ હવે મધ્યમ વર્ગના લોકો પણ હવે શાકભાજી ખાઈ શકશે.
કઈ શાકભાજી ના કેટલા ભાવ થયા..
ટમેટા-100
ગુવાર -80
ભીંડો-60
ધીસોડા-60
કારેલા-70
કોબીજ-30
ગલકા-60
ફ્લાવર -60
મરચા-60
રીંગણાં-50
કાકડી-40
આદુ-150
ચોળી-60
છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવે લોકોને રડાવ્યા હતા. ટામેટાના ભાવ કેટલાક જગ્યાએ 220 રૂપિયે કિલો પર પહોંચી ગયા હતા. તો ક્યાંક 160 કિલોની આસપાસ વેચાતા હતા. પરંતુ હવે માર્કેટ બદલાયું છે. ટામેટાના ભાવ ડાઉન થયા છે. સાથે જ અન્ય શાકભાજીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં હવે મોટી સંખ્યામાં ટામેટા આવી રહ્યાં છે. જેથી ટામેટાની ખરીદી પણ વધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે