મોરબીમાં ભગવાન જગન્નાથજીની નહી મચ્છુ માતાજીની નીકળે છે રથયાત્રા, ખૂબ ડરામણી છે લોકવાયકા

એવી કહેવાય છે કે, મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી. જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી. જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો. દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે.

મોરબીમાં ભગવાન જગન્નાથજીની નહી મચ્છુ માતાજીની નીકળે છે રથયાત્રા, ખૂબ ડરામણી છે લોકવાયકા

હિમાંશું ભટ્ટ/મોરબી: આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડાની યુવક યુવતી સહિતનાએ જમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોંચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી અને આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો. 

મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે અષાઢી બીજના દિવસે શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લાના જુદાજુદા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો વિશાલ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેથી શહેરના માર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને રથયાત્રામાં આવેલા તમામ લોકો માટે મહા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

એવી કહેવાય છે કે, મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી. જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી. જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો. દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે આ રથયાત્રા નીકળી ન હતી. પરંતુ આ વર્ષે રથયાત્રા કાઢવામાં આવતા તેમાં અંદાજે ૩૫ થી ૪૦ હજાર કરતાં વધુ લોકો રથયાત્રામાં અને મહા પ્રસાદમાં જોડાયા હતા અને આ દરમ્યાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ-ડીવીઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ ધાર્મિક પ્રસંગ શાંતિપૂર્ણ રીતે અને એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. 

મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રસ ગરબાની રમઝટ સાથે મચ્છુ માતાજીના મંદિરેથી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી અને હજારો લોકોને મચ્છુ માતાજીના મહા પ્રસાદ લેતા હોય છે તેવી જ રીતે આજે પણ હજારો લોકોએ લાભ લીધો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર જ રથયાત્રા શાંતિ પૂર્ણ વાતવરણમાં પૂરી થઇ હતી જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news