કરો અહીં દર્શન: સુપ્રસિદ્ધ સાળંગપુરમાં પહેલીવાર દાદાનો કેસરથી અભિષેક, વિશ્વમાં વસતા ભારતીયોએ કર્યું દાન

રક્ષાબંધનના પવિત્ર પર્વ અને પૂર્ણિમા ના દિવસે બોટાદ જિલ્લામાં આવેલું હનુમાનજી દાદાના મંદિરે સાળંગપુર ખાતે ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો સાધુ સંતો અને બ્રાહ્મણો દ્વારા હિંદુ શાસ્ત્રો મુજબ મંત્રો ચાર અને પૂંજા કરીને હનુમાનજી મહારાજને કેસરનો અભિષેક કરવામાં આવ્યો હતો.

કરો અહીં દર્શન: સુપ્રસિદ્ધ સાળંગપુરમાં પહેલીવાર દાદાનો કેસરથી અભિષેક, વિશ્વમાં વસતા ભારતીયોએ કર્યું દાન

રઘુવીર મકવાણા/બોટાદ: સુપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત સાળગપુર કષ્ભંજનદેવ  હનુમાનજી મંદિર દ્વારા દરેક ધાર્મિક તહેવારો માં વિશેષ આયોજન કરવામાં આવતાં હોય છે અને હજારો ભક્તો તેનો લાભ  લેતા હોય છે ત્યારે રક્ષાબંધનના પર્વ પર ભવ્ય કેસરનો અભિષેક કરવામાં આવ્યો હતો.

આ કેસર દેશ સહિત સમગ્ર વિશ્વમાં વસતા મૂળ ભારતીય અને હનુમાનજી દાદાના ભક્તો દ્વારા આ કેસરને કુરિયર દ્વારા સાળંગપુર મંદિર ખાતે મોકવામાં આવ્યું હતું અને 10 કિલો જેટલું કેસરથી દાદાને આજે પૂર્ણીમાંના દિવસે અભિષેક કરવામાં આવ્યો હતો.

No description available.

રક્ષાબંધનના પવિત્ર પર્વ અને પૂર્ણિમા ના દિવસે બોટાદ જિલ્લામાં આવેલું હનુમાનજી દાદાના મંદિરે સાળંગપુર ખાતે ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો સાધુ સંતો અને બ્રાહ્મણો દ્વારા હિંદુ શાસ્ત્રો મુજબ મંત્રો ચાર અને પૂંજા કરીને હનુમાનજી મહારાજને કેસરનો અભિષેક કરવામાં આવ્યો હતો.આ અભિષેક બપોરે 4 કલાકે શરૂ કરવામાં આવ્યો હતો અને 7 વાગે અભિષેકની વિધિ પૂર્ણ થયા બાદ દાદાની મહા આરતી કરવામાં આવી હતી. દાદાને વિશેષ વાઘાઓથી સુશોભિત અને શણગાર કરવામાં આવ્યો હતો.

No description available.

સાળંગપુર મંદિર ખાતે દરમહિને પૂર્ણીમાંના દિવસે અભિષેક કરવામાં આવતો હોય છે. પણ આ માસમાં આવતી પૂર્ણિમા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ખુબ જ મહત્વ હોય છે, અને સાથે ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબધન પણ આવતી હોય છે, ત્યારે સાળંગપુર મંદિર ખાતે થોડા દિવસ પહેલા એક પોસ્ટર બનાવીને સોશીયલ મીડીયા દ્વારા દાદાને કેસરનો અભિષેક કરવા માટે  કેસરનું દાન કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી.

No description available.

તે જાહેરાત બાદ દેશ સહિત સમગ્ર વિશ્વમાંથી દાદાના ભક્તો દ્વારા કુરિયર મારફતે કેસર મોકલવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં વસતા દાદાના ભક્તો દ્વારા કેસરનું દાન કરવામાં આવ્યું છે. આ કેસર ખુબ જ મોંઘુ આવતું હોય છે, ત્યારે સાળંગપુર મંદિરે આજે પુર્ણિમાના દિવસે હનુમાન દાદાને 10 કિલો કેસરથી ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. આ કેસરનો અભિષેક પ્રથમ વાર દાદાને કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસરના અભિષેકના મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news