રાજકોટમાં રૂપાણી બોલ્યા, ભારતના ટુકડા કરવાની કોઈ હિંમત ન કરી શકે તેવુ શક્તિશાળી બનાવીએ...

આજે રાજકોટમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પ્રસંગે હાજર રહેલા સીએમ વિજય રૂપાણીએ ભૂતકાળની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજની રેલી દેશભક્તોની મહારેલી છે. ટૂકડે ટૂકડે ગેંગ દેશને નબળો કરે છે. કલમ 370 હટતાં કાશ્મીરનો વાસ્તવિક વિકાસ શરૂ થયો છે. પીએમ મોદીએ ભારતની તાકાત બતાવી છે. સાથે જ તેમણે કહ્યું કે, દેશને નબળો કરનારા CAAનો વિરોધ કરી રહ્યા છે. CAAમાં કોઈનું નાગરિકત્વ લઈ લેવાની વાત નથી. CAAમાં નાગરિકતા આપવાની વાત છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું પૂરું કરવાનો આ પ્રયાસ છે.

રાજકોટમાં રૂપાણી બોલ્યા, ભારતના ટુકડા કરવાની કોઈ હિંમત ન કરી શકે તેવુ શક્તિશાળી બનાવીએ...

સત્યમ હંસોરા/રાજકોટ :આજે રાજકોટમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પ્રસંગે હાજર રહેલા સીએમ વિજય રૂપાણીએ ભૂતકાળની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજની રેલી દેશભક્તોની મહારેલી છે. ટૂકડે ટૂકડે ગેંગ દેશને નબળો કરે છે. કલમ 370 હટતાં કાશ્મીરનો વાસ્તવિક વિકાસ શરૂ થયો છે. પીએમ મોદીએ ભારતની તાકાત બતાવી છે. સાથે જ તેમણે કહ્યું કે, દેશને નબળો કરનારા CAAનો વિરોધ કરી રહ્યા છે. CAAમાં કોઈનું નાગરિકત્વ લઈ લેવાની વાત નથી. CAAમાં નાગરિકતા આપવાની વાત છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું પૂરું કરવાનો આ પ્રયાસ છે.

તેમણે કહ્યું કે, આ રેલી રાજકોટના રાજમાર્ગ પર દેશભક્તિ બતાવી રહી છે. સીએએને સમર્થન આપી રહી છે. આપણે આ દેશ આજે મજબૂત કરીએ. ભારત નબળો ન પડી શકે, ટુકડા કરવાની કોઈ હિંમત ન કરી શકે તેવુ શક્તિશાળી ભારત બનાવીએ. ભારત માતા શક્તિશાળી બને. કોઈ ભૂખો મરે નહિ તેની ચિંતા કરીએ. કોઈ બેકાર ન હોય. આ દુનિયાને ભારત શિક્ષણ પૂરુ પાડે તેવા દિવસો આવે, નવા ભારતના નિર્માણ માટે બેકારી, ભ્રષ્ટાચાર દૂર થાય. ભારતના યુવાનો દુનિયાના પડકારોને ઝીલતા થાય તે પ્રકારની નવા ભારતની કલ્પનામાં જીવતા થઈએ.  

રાજકોટમાં યોજાયેલ તિરંગા યાત્રામાં વિવિધ સમાજ, સંગઠન, શાળા કોલેજ, સહિતના લોકો જોડાયા છે. આ ઉપરાંત ભાજપના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પણ ભવ્ય યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે. બેડી યાર્ડના એજન્ટો અને વેપારીઓ પણ ત્રિરંગા યાત્રામાં જોડાયા છે, જેને પગલે આજે બેડી યાર્ડનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news