માત્ર ગુજરાતમાં જોવા મળતા ટાઈગર બટરફ્લાયને સ્ટેટ બટરફ્લાય જાહેર કરવાની તૈયારી

ટાઈગર બટરફ્લાયને ગુજરાતનું સ્ટેટ બટરફ્લાઈ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવશે અને ટાઈગર બટરફ્લાયને ગુજરાતનું સ્ટેટ બટરફ્લાય બનાવવાની તમામ વિધિ પતાવીને જાહેરાત કરવામાં આવશે.
માત્ર ગુજરાતમાં જોવા મળતા ટાઈગર બટરફ્લાયને સ્ટેટ બટરફ્લાય જાહેર કરવાની તૈયારી

જયેશ દોશી/નર્મદા :ટાઈગર બટરફ્લાયને ગુજરાતનું સ્ટેટ બટરફ્લાઈ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવશે અને ટાઈગર બટરફ્લાયને ગુજરાતનું સ્ટેટ બટરફ્લાય બનાવવાની તમામ વિધિ પતાવીને જાહેરાત કરવામાં આવશે.

નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે બટરફ્લાય પાર્ક આકાર લઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને રંગબેરંગી પતંગિયા નિહાળવા મળશે. આ પાર્કમાં ખાસ પ્રકારનું કેસરી રંગનું ટાઇગર બટરફ્લાય હશે. આ ખાસ પ્રકારનું બટરફ્લાય ખાસ કરીને ગુજરાતમાં જ દેખાય છે. ત્યારે આ ખાસ પ્રકારના પતંગિયાને ગુજરાતનું સ્ટેટ બટરફ્લાય જાહેર કરવાની હિલચાલ હાલ વન વિભાગ દ્વારા ચાલી રહી છે. ગુજરાત વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓની એક કમિટી આ બાબતે હાલ સરકારમાં રજુઆત કરી રહી છે. આ અંગેની સામાન્ય પ્રોસેસ પતાવીને ટાઇગર બટર ફ્લાયને સ્ટેટ બટરફ્લાય બનાવવામાં આવશે તેવી સૂચક માહિતી ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ મીડિયાને આપી હતી. 

કુદરતના ખોળે બિરાજેલ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખૂબ જ મોટું આકર્ષણ છે. પરંતુ હજી બીજા 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ જશે. પ્રવાસીઓ બેથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં હરીફરી શકે તેવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, માત્ર કુદરતી વનસ્પતિઓને જોવા અને માણવાવાળા પ્રવાસીઓ સહીત દરેક પ્રવાસીને આકર્ષે તેવા એક પ્રોજેક્ટના ભાગરૂપે અહીં કેકટ્સ ગાર્ડન પણ આકાર લઈ રહ્યો છે. સાડા ત્રણ એકરમાં અલગ અલગ ત્રણ વિભાગમાં 330 જેટલા કેકટ્સ મૂકવામાં આવ્યા છે, જે અલગ અલગ 17 દેશમાંથી લાવવામાં આવ્યા છે. અહીં 35થી 200 વર્ષના ક્રેકટ્સ પણ
ઉપલબ્ધ છે, જેને કારણે અભ્યાસુ પ્રવાસીઓને અહીં ખૂબ મોજ પડશે. તેની બાજુમાં જ બટરફ્લાય પાર્ક પણ બનાવાઈ રહ્યું છે. અહીંથી સ્ટેટ્યુ ઓફ યુનિટી સામેથી જોઈ શકાય છે. આ પતંગિયા ગાર્ડનની વિશેષતા એ છે કે, અહીં 28 જાતના પતંગિયા જોવા મળશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news