24 કલાકમાં જ જમ્મુના તમામ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરીથી બંધ

હજુ તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરાયે 24 કલાક પણ નહતાં થયા અને જમ્મુમાં ફરીથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર ફરીથી રોક લગાવવામાં આવી છે.

24 કલાકમાં જ જમ્મુના તમામ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરીથી બંધ

નવી દિલ્હી: હજુ તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરાયે 24 કલાક પણ નહતાં થયા અને જમ્મુમાં ફરીથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર ફરીથી રોક લગાવવામાં આવી છે. 12 દિવસ બાદ શનિવારે આ પાંચ જિલ્લાઓમાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પૂર્વવત કરવામાં આવી હતી. ઈન્ટરનેટ સેવા પૂર્વવત કર્યાના ગણતરીના કલાકો બાદ જ પ્રશાસનને એવી માહિતી મળી કે રાજૌરી અને આસપારના વિસ્તારોમાં દેશ વિરોધી સંદેશાઓ વાઈરલ કરાઈ રહ્યાં છે. સ્થિતિને કાબુમાં રાખવા માટે પ્રશાસને ફરીથી એકવાર સમગ્ર જમ્મુમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવાનો નિર્ણય લીધો છે. જો કે લેન્ડ લાઈન સેવા હજુ ચાલુ છે. મળતી માહિતી મુજબ કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ પણ થઈ છે. 

હાલ પ્રદેશમાં સુરક્ષામાં કોઈ કમી કરાઈ નથી. સુરક્ષાદળોની હાજરી જેમની તેમ છે. જો કે પ્રશાસને અવરજવર પર લાગેલી રોકને અલગ અલગ વિસ્તારોમાં આંશિક અને પૂર્ણ રીતે હટાવવાનો નિર્ણય લીધો છે. હાલ લો સ્પીડ ઈન્ટરનેટને 35 પોલીસ સ્ટેશન હદમાં લાગુ કરાયું છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટને લઈને પ્રશાસન પછીથી નિર્ણય લેશે. લોકોને મુશ્કેલી ન પડે એટલે શ્રીનગરમાં પ્રશાસને ઘરો સુધી LPG સિલિન્ડર પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. 

જુઓ LIVE TV

પ્રશાસન તરફથી રાજૌરી, પૂંછ, ડોડા, કિશ્તવાડ અને રામબન જેવા વિસ્તારોમાં પ્રતિબંધ હટાવી લેવાયા છે. પ્રધાન સચિવ રોહિત કંસલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વચ્ચે અવરજવર સામાન્ય રીતે શરૂ થઈ ગઈ છે. સોમવારે સમગ્ર કાશ્મીરમાં શાળા કોલેજો ખુલી જશે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ સોમવારે કાશ્મીર ખીણમાં 190 શાળાઓ ખુલી જશે. આ નિર્ણય પર પુર્નવિચાર થશે તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news