પાટણ કોંગ્રેસમાં પૈસા લઇને ટિકિટનો ખેલ! કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીનો ગંભીર આક્ષેપ
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થવા પામી છે. તો બીજી તરફ કૉંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી. પણ સંભવિત ઉમેદવારો ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં 3 માં કોગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીની ટીકીટ કપાવવાના એંધાણને લઈ તેમના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધું છે, સાથે કોગ્રેસમાં ટીકીટનું વેચાણ થઈ રહ્યું છે. તેવા ગંભીર આક્ષેપ ને લઈ ભારે ભૂકંપ સર્જવા પામ્યો છે.
પાટણ જિલ્લામાં સત્તાવાર ભાજપ દ્વારા તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. કોગ્રેસ હજુ ઉમેદવાર જાહેર કરવામાં અવઢવમાં મુકાઈ છે. સંભવિત ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચના અપાઈ છે. જેના કારણે હવે કોગ્રેસમાં કકળાટ શરૂ થવા લાગ્યો છે. જેમાં વોર્ડ 3 માંથી કોગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીની ટીકીટ કપાવાના એંધાણને લઈ તેમને તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દઈ કોગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જેના પગલે સ્થાનિક કોંગ્રેસમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.
કોગ્રેસમાં ટિકિટ વેચાય છે. ઘરે ઘરે જઈ રૂપિયા લઈને ટિકિટો ફાળવી દેવામાં આવી છે. વર્ષોથી કામ કરી રહેલા ઉમેદવારોના બદલે પૈસા આપનારા લોકોને ટિકિટો આપી દેવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વધુમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ પર પણ કર્યા હતા પ્રહાર. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કોંગ્રેસ બગાડી છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે અલકા દરજીના કોંગ્રેસ દ્વારા રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આક્ષેપને લઈ પાટણનું રાજકારણ હાલતો ગરમાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે