ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ધમકી; ઉચ્ચ શિક્ષણના ખાત્મા માટે માફિયાઓ સક્રિય
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીનાં કુલપતિ ડૉક્ટર નીરજ ગુપ્તાને ખાનગી યુનિવર્સિટીના માફિયા સંચાલકો અલગ અલગ કોર્સ બંધ કરવાની ખુલ્લી ધમકી આપી રહ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ખાનગી પ્રાથમિક શાળાઓના સંચાલકોની નીતિ રીતિના કારણે સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા કથળી ગયા બાદ હવે ઉચ્ચ શિક્ષણમાં પણ ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજના સંચાલક માફિયાઓ રીતસર ખુલ્લી ધમકીઓ પર ઉતરી આવ્યા છે. જી હા...રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીનાં કુલપતિ ડૉક્ટર નીરજ ગુપ્તાને ખાનગી યુનિવર્સિટીના માફિયા સંચાલકો અલગ અલગ કોર્સ બંધ કરવાની ખુલ્લી ધમકી આપી રહ્યા છે.
એટલું જ નહીં, અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવા આવતી ફેકલ્ટીને પણ શિક્ષણ માફિયાઓ ખુલ્લી ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓને ભણાવવાનું બંધ કરી દો. તો જરા જુઓ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં શું ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીનાં પાટિયાં પાડી દેવા માટે ખાનગી યુનિવર્સિટીના સંચાલક માફિયાઓ કઈ હદે જઈ રહ્યા છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે.
ઝી 24 કલાક કુલપતિએ ઓન કેમેરા કબૂલાત કરી છે કે તેમને અલગ અલગ કોર્સ બંધ કરી દેવા માટે ખાનગી યુનિવર્સિટીના સંચાલક માફિયાઓ ધમકીઓ આપી રહ્યા છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવતી ફેકલ્ટીને પણ લોભ-લાલચ અને ધમકી આપવામાં આવી રહી છે. જેથી કરીને ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા કોર્સ બંધ થઈ જાય અને ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજો ધમધમતી રહે. જે. જી. યુનિવર્સિટીના સંચાલક માફિયાઓ કુલપતિને તેમજ ગુજરાત યુનિવર્સિટીની ફેકલ્ટીને ધમકાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે