શાહરુખ પણ જેને સર કહે છે...લોકસભા પહેલાં સાઉથના એ સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી

Big Breaking News: આ વખતની લોકસભાની ચૂંટણી ખુબ જ રસપ્રદ બની રહેશે. એક બાદ એક જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિઓ રાજનીતિમાં પ્રવેશી રહી છે. ત્યારે સાઉથના વધુ એક દિગ્ગજ સુપરસ્ટારની રાજનીતિમાં એન્ટ્રી થઈ રહી છે.

શાહરુખ પણ જેને સર કહે છે...લોકસભા પહેલાં સાઉથના એ સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી

Vijay in Politics: લોકસભા 2024ની ચૂંટણીનો રંગ હવે એન્ટરટેન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીને પણ લાગ્યો છે. એક બાદ એક હસ્તીઓ રાજનીતિ સાથે નાતો જોડી રહી છે. એવામાં સાઉથથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સિલ્વર સ્ક્રીન પર જેની એન્ટ્રી પર લાખો લોકો સીટીઓ માટે છે એની એન્ટ્રી હવે પોલિટિક્સમાં થઈ રહી છે. સાઉથનો વધુ એક સુપરસ્ટાર હવે રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ સુપરસ્ટારને તો શાહરુખ ખાન પણ સર કહીને બોલાવે છે. તેમણે ટ્વીટમાં પણ આ જ લખ્યું હતું. હવે એ જ વિજય રાજકારણમાં પ્રવેશી રહ્યા છે. જો કે તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે નહીં.

 2024ની લોકસભા ચૂંટણી પહેલા, સાઉથના અન્ય એક ફિલ્મી હસ્તીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. અભિનેતા વિજયે 'તમિલગા વેત્રી કઝગમ' નામની નવી પાર્ટી બનાવી છે. જો કે, તમિલ અભિનેતાએ એમ પણ કહ્યું છે કે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે. તેઓ પાર્ટીના અધ્યક્ષ છે અને પાર્ટી 2026ની વિધાનસભા ચૂંટણી સીધી લડશે.

 

— Vijay (@actorvijay) September 27, 2023

 

શાહરૂખ પણ કહે છે 'સર'-
વિજયની મોટી ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન પેજ છે. આ તમિલ સ્ટારને શાહરુખ ખાન પણ ખુબ પ્રેમ કરે છે અને કહે છે આઈ લવ યુ વિજય સર...

રામચંદ્રનથી દિવ્યા સુધી-
વાસ્તવમાં દક્ષિણના ફિલ્મ સ્ટાર્સનો રાજકારણમાં પ્રવેશવાનો ટ્રેન્ડ ઘણો જૂનો છે. થલપથી વિજયના ઘણા સમય પહેલા, એમજી રામચંદ્રન, જયલલિતા, એનટી રામારાવ, રજનીકાંત, કમલ હાસન, ચિરંજીવી, દિવ્યા સ્પંદન જેવી હસ્તીઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

એક સત્તાવાર નિવેદનમાં, અભિનેતાએ કહ્યું કે પાર્ટી ચૂંટણી પંચમાં નોંધાયેલ છે. હું જણાવવા માંગુ છું કે પાર્ટીની કાર્યકારી સમિતિએ 2024ની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે અને ન તો તે કોઈપણ પક્ષને સમર્થન આપશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે કહ્યું કે પાર્ટીનો ઉદ્દેશ્ય 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. અમે લોકોને રાજકીય પરિવર્તન આપવા માંગીએ છીએ.

રાજકારણ એ કરિયર નથી-
વિજયે કહ્યું કે રાજકારણ મારા માટે બીજી કારકિર્દી નથી. લોકસેવા એ એક પવિત્ર કાર્ય છે અને તે માટે હું મારી જાતને લાંબા સમયથી તૈયાર કરી રહ્યો હતો. રાજનીતિ મારો શોખ નથી, મારી દિલથી ઈચ્છા છે.

અભિનેતાએ આગળ કહ્યું, 'તમે વર્તમાન રાજકીય વાતાવરણ જોઈ રહ્યા છો. એક તરફ વહીવટી ગેરરીતિઓ છે તો બીજી તરફ ભ્રષ્ટ રાજકીય કલ્ચર વિકસ્યું છે. વિભાજનકારી રાજકીય સંસ્કૃતિ આપણા લોકોને જાતિ અને ધર્મના આધારે વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે. આ બદલવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news