Jio એ લોન્ચ કર્યા બે નવા પ્લાન, આટલા રૂપિયામાં મળશે 100GB ડેટા
કંપનીએ Jio AirFiber ના યૂઝર્સ માટે બે નવા પ્લાન રજૂ કર્યા છે. કંપનીની JioFiber સેવા દ્વારા યૂઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ WiFi કનેક્ટિવિટી મળે છે. જો કે તેના માટે તેમણે કેબલ આધારિત કનેક્શન લેવું પડે છે. Jio AirFiber નો ફાયદો એવા વિસ્તારોમાં પણ મળી શકે છે જ્યાં કેબલ આધારિત બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. તેનાથી 1Gbps સુધીની ટોપ સ્પીડ મળે છે.
Trending Photos
રિલાયન્સ જિયો તરફથી ભારતીય બજારમાં ગત વર્ષ વાયરલેસ બ્રોડબેન્ડ સેવા Jio AirFiber ની શરૂઆત કરવામાં આવી. પસંદગીના શહેરોમાં તેના દ્વારા કોઈ પણ કેબલ કનેક્ટિવિટી વગર યૂઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને WiFi કનેક્ટિવિટીનો ફાયદો મળી રહ્યો છે. હવે કંપનીએ Jio AirFiber ના યૂઝર્સ માટે બે નવા પ્લાન રજૂ કર્યા છે.
કંપનીની JioFiber સેવા દ્વારા યૂઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ WiFi કનેક્ટિવિટી મળે છે. જો કે તેના માટે તેમણે કેબલ આધારિત કનેક્શન લેવું પડે છે. Jio AirFiber નો ફાયદો એવા વિસ્તારોમાં પણ મળી શકે છે જ્યાં કેબલ આધારિત બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. તેનાથી 1Gbps સુધીની ટોપ સ્પીડ મળે છે.
પ્લાન્સ સાથે FREE OTT પણ
વાયરલેસ Jio AirFiber ના અનેક પ્લાન્સથી રિચાર્જ કરવાનો વિકલ્પ યૂઝર્સને મળે છે. Jio AirFiber ના બેઝ પ્લાન્સ 599 રૂપિયાથી શરૂ થાય અને તેનાથી 30 Mbps ની બેઝ સ્પીડ મળે છે. આ પ્લાન્સમાં Amazon Prime થી લઈને Disney+Hotstar અને SonyLiv સહિત 15 OTT પ્લેટફોર્મ્સ સુધીનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
બે એક્સ્ટ્રા ડેટા પ્લાન લોન્ચ થયા
તમામ Jio AirFiber પ્લાન્સમાં યૂઝર્સને 1TB ડેટા આખા મહિના માટે મળે છે. જો કોઈ કારણસર ડેટા પૂરો થઈ જાય તો ડેટા બુસ્ટર પેકથી રિચાર્જ કરી શકાય છે. હાલ 401 રૂપિયાવાળા ડેટા બુસ્ટર ઉપરાંત બે નવા પેક કંપનીએ રજૂ કર્યા છે. જેનું લિસ્ટ તમે અહીં જોઈ શકો છો.
101 રૂપિયાવાળુ ડેટા બુસ્ટર
આ પ્લાન સાથે 100GB વધારાનો ડેટા એક્ટિવ બેઝ પ્લાનની વેલિડિટી અને સ્પીડ સાથે મળે છે.
251 રૂપિયાવાળા ડેટા બુસ્ટર
આ પ્લાન 500 GB વધારાનો ડેટા ચાલુ બેઝ પ્લાનની વેલિડિટી અને બેઝ પ્લાન સ્પીડ સાથે ઓફર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે