એક નાનકડાં બાળકે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારની હકીકત જણાવી, VIDEO જોઈ રડી પડશો!
Morbi Hanging Bridge: એક નાના બાળકે આ ઘટનામાં પોતાનો સમગ્ર પરિવાર ગુમાવ્યો છે, માત્ર એકમાત્ર પોતે જ બચ્યો છે. ત્યારે આ બાળકે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારની હકીકત જણાવી હતી.
Trending Photos
મોરબી: મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોને નોધારા કરી મૂક્યા છે. મોરબીમાં બનેલી ઘટનામાં 77થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં એક નાના બાળકે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારની હકીકત ઝી 24 કલાકને જણાવી હતી. આ હકીકત જાણીને કોઈ પણ કઠણ કાળજાના માનવીની આંખમાં આંસુ આવી જાય તેમ છે.
એક નાના બાળકે આ ઘટનામાં પોતાનો સમગ્ર પરિવાર ગુમાવ્યો છે, માત્ર એકમાત્ર પોતે જ બચ્યો છે. ત્યારે આ બાળકે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારની હકીકત જણાવી હતી કે, અમે અહીં ફરવા માટે આવ્યા હતા. અમારા પરિવારમાં એક નાનો ભાઈ હતો. મમ્મી- પપ્પા હતો. ફોઈનો છોકરો હતો. મારા મામા હતા, તેમના નાના નાના બે છોકરા હતા. મારા માસા અને માસી સાથે હતા. બાળકે જણાવ્યું હતું કે, પુલ પર બધા હાથથી હલાવતા હતા, એટલે બ્રિજ નીચે પડ્યો હતો. બાળકે રડતા આવજે કહ્યું હતું કે, મારા મમ્મી અને પપ્પા પાણીમાં છે, તેમને બચાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઝૂલતો પુલ તૂટ્યો એ પહેલાંના દૃશ્યોનો એક કથિત વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોને ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી.
મોરબીમાં ઝુલતા બ્રિજ પર આજે રવિવારનો તહેવાર હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા, જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે