આ એજ્યુકેટેડ યુવાનો ઝુપડપટ્ટીના બાળકોને મફતમાં આપે છે સંસ્કાર સાથે અભ્યાસ

આણંદના વેલ એજ્યુકેટેડ યુવાનો દ્વારા યુવા એકતા સમિતિની સ્થાપના કરી અને ખાસ કરીને ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો માટે દર રવિવારે તેવોને સંસ્કાર સાથે અભ્યાસ કરાવવાનુ નક્કી કરેલ આજે બે વર્ષેથી બસો પચાસથી વધારે ગરીબ બાળકોને ફ્રીના શિક્ષણ આપી રહી દેશની ઉત્તમ પ્રકારની કહિ શકાય તેવી સેવા કરી રહ્યા છે.
 

આ એજ્યુકેટેડ યુવાનો ઝુપડપટ્ટીના બાળકોને મફતમાં આપે છે સંસ્કાર સાથે અભ્યાસ

લાલજી પાનસુરીયા/આણંદ: આણંદના વેલ એજ્યુકેટેડ યુવાનો દ્વારા યુવા એકતા સમિતિની સ્થાપના કરી અને ખાસ કરીને ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો માટે દર રવિવારે તેવોને સંસ્કાર સાથે અભ્યાસ કરાવવાનુ નક્કી કરેલ આજે બે વર્ષેથી બસો પચાસથી વધારે ગરીબ બાળકોને ફ્રીના શિક્ષણ આપી રહી દેશની ઉત્તમ પ્રકારની કહિ શકાય તેવી સેવા કરી રહ્યા છે.

આજે આ સંસ્થાની મુલાકાતે યુએનના સ્ટ્રીટ એજ્યુકેશન એમ્બેસેડર શ્રી વર્ટન મેકલકોનીન આવ્યા હતા. અને તેઓ એટલા પ્રભાવીત થયા હતા કે, આવતા એપ્રિલમાંમાં મળનાર બેઠકમાં આ સંસ્થાની કામગીરીની વાત પણ મુકવાના છે. સાથે સાથે પોતાના વ્યતવ્યમાં જણાવેલ કે, સાચુ યુ.એન તો અહિયા છે જે જમીન પર કામ કરે છે.

સામાન્ય રીતે ઘણા લોકો સેવા કાર્ય કરતા હોય છે. પણ જ્યારે ગરીબ બાળકોની શિક્ષણને લગતી વાત આવતી હોય છે. ત્યારે એક્દ વાર ફોટા પાડવા માટે સેવા થતી હોય છે. પણ આ યુવા એક્તા સમિતિના સ્વયમ સેવકો દ્વારા પોતાની રવિવારની એક રજા આ ઝુપડપટ્રીના બાળકો માટે કાઢી તેના જીવન વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.

PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને પોલીસનું ગ્રાન્ડ રીહર્સલ, ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

મિસ્ટર વર્ટનની પણ આજ બાળકો જેવી જીંદગી હતી. તેવો નાનપણ માજ મા બાપનું સુખ ખોય બેઠા હતા. નાનપણ આ ઝુપડપટ્રીના બાળકો જેવુ જ જીવી ચુકયાં છે. ત્યારે બાદ લંડનમાં આવી મ્યુઝિક કલ્બમાં ગાતા હતા. અને ત્યાર બાદ મહારાણીના બેંડના મુખ્ય સંગીતકાર બન્યા. અને આજે યુએનના સ્ટ્રીટ એજ્યુકેશન એમ્બેસેડરની ભુમીકા ભજવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news