સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાયો! હરિભક્તોનુ ઘોડાપુર

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાત કિલોથી વધુ કેસરથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો અભિષેક કરવામાં આવ્યું. ભારત ભરની 200 નદીઓના જળથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું અભિષેક કરાયો. ભારતના તમામ રાજ્યોની નદીઓનું જળ લાવી અને કેસર ચંદન અને અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો.
સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાયો! હરિભક્તોનુ ઘોડાપુર

નચિકેત મહેતા/ખેડા: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાત કિલોથી વધુ કેસરથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો અભિષેક કરવામાં આવ્યું. ભારત ભરની 200 નદીઓના જળથી ભગવાન લક્ષ્મીનારાયણ દેવનું અભિષેક કરાયો. ભારતના તમામ રાજ્યોની નદીઓનું જળ લાવી અને કેસર ચંદન અને અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો.

વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કારતક સુદ બારસના દિવસે પાટોત્સવ અભિષેક કરાયો હતો. આ પ્રસંગે હરિભક્તોનુ ઘોડાપુર મંદિર પરિસરમાં ઉમટ્યું હતું. ભક્તોએ અભિષેકના દર્શન કરી ધન્યતા અનુભવી છે. 

કાર્તિક સમૈયાના સાતમા દિવસે વડતાલ ધામના દેવોને કેસર જળથી અભિષેક કરાયા છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાયો છે.વહેલી સવારે પાટોત્સવ અભિષેકમાં વડતાલ ધામના દેવોને કેસર જળથી અભિષેક કરાયો છે. આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજે આરતી ઉતારી હતી. આ પ્રસંગે સંપ્રદાયના અન્ય સાધુ સંતો અને હરિભકતો જોડાયાં હતાં. તો વળી હરિભક્તોનુ ઘોડાપુર મંદિર પરિસરમાં ઉમટ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news