‘કર્ણ’ જેવો દાનવીર આ ગુજ્જુ ભિક્ષુક, કેન્સરની બિમારી હોવા છતા શિક્ષા માટે આપે છે દાન

કેન્સરની બિમારી હોવા છતા મહેસાણા જિલ્લાનો આ ભિક્ષુક ભીખ માંગીને આપે છે શિક્ષણ માટે દાન 

‘કર્ણ’ જેવો દાનવીર આ ગુજ્જુ ભિક્ષુક, કેન્સરની બિમારી હોવા છતા શિક્ષા માટે આપે છે દાન

તેજસ દવે/મહેસાણા: મહાભારતના દાનવીર કર્ણની વાતો સાંભળી હશે. પરંતુ મહેસાણાના આ એક એવો ભિક્ષુક જેને પોતાનું સંપૂર્ણ જીવન ગરીબ બાળકો પાછળ સમર્પીત કરી દીધું છે. જે ભીખ માગીને જમા કરેલા તમામ રૂપિયા ગરીબ બાળકોને શિક્ષણ જરૂરિયાત વસ્તુઓ દાન આપવા પાછળ ખર્ચ કરી નાખે છે. જોકે તે કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડિત હોવા છતા પોતાના જીવનનું વિચાર્યા વિના તે ગરીબ બાળકોને જરૂરી ચીજ વસ્તુઓ દાન કરી ખુશીથી જીવી જાણે છે.

કેરળમાં પુર પીડિતોને પણ આપ્યું દાન
ખીમજી પ્રજાપતિ ઉર્ફે ગોદડીવાળા બાબા તરીકે ઓળખાતા ભિક્ષુક જે પોતાના દાન કરવાની નીતિથી પુરા ભારત ભરમાં જાણીતા છે. આ ભિક્ષુક મેહસાણા જીલ્લાના અલગ અલગ મંદિરે ભીખ માંગે છે અને ભીખમાં આવેલા તમામ રૂપિયા તે ગરીબ બાળકોને જરૂરિયાત વસ્તુઓ દાન આપવા પાછળ ખર્ચ કરી નાખે છે. તાજેતરમાં કેરળમાં આવેલા પુર પીડિતો માટે રૂપિયા 5 હજારનું દાન મહેસાણા અધિક કલેકટરને અર્પણ કર્યું હતું અને સમાજને પણ પુર પીડિતોને દાન કરવાની અપીલ કરી હતી,

Goddiwale-Baba-

જૈન સંપ્રદાયના ધર્મગુરુ પાસેથી મળી દાન કરવાની પ્રેરણા
અગાઉ પણ ગોદડીવાળા બાબાએ બેહરા મૂંગાની શાળા,વિકલાંગ બાળકો અને ગરીબ દીકરીઓને પેન્સિલ નોટબુક યુનિફોર્મ અને બાળકીઓને સોનાની બુટ્ટીઓ પણ આપી ચુક્યા છે. આ ભિક્ષુકને રોટરી ક્લબ દ્વારા ચેન્નાઈ ખાતે લઇ જી હીરો એવોર્ડ એનાયત કરી એક લાખ રૂપિયાનું પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. વધુમાં ખીમજીભાઈએ જણાવ્યું હતું કે, આ દાન કરવાની પ્રેરણા તેમને જૈન સંપ્રદાયના ધર્મગુરુ રત્નસુંદર મહારાજ સાહેબ પાસેથી મળી છે

કેન્સર પીડિત ભિક્ષુકની મદદે આવ્યા મહેસાણા કલેક્ટર
આ દાનવીર ભિક્ષુક ખીમજી ભાઈ પોતે હેન્ડીકેપ છે તેમ છતાં પણ તે કલેકટર કચેરી ખાતે અધિક કલેકટરને રૂપિયા 5 હાજરનું દાન અર્પણ કર્યું હતું. મહેસાણા અધિક કલેકટરને તેમના કેન્સરની જાણ થતા કલેકટર દ્વારા તેમણે વિજાપુર આયુર્વેદિક ચિકિત્સાલયમાં ઈલાજ કરાવવાની વાત કરી હતી. મહેસાણા કલેકટર દ્વારા વિજાપુર આયુર્વેદિક ચિકિત્સાલયમાં ફોન કરીને તેમના ઈલાજ કરવાની જાણ પણ કરી હતી. ખીમજી ભાઈને વેહલી તકે ઈલાજ કરાવવાની સલાહ પણ આપી હતી.

Goddiwale-Baba

છેલ્લા 20 વર્ષથી શિક્ષણ માટે આપી રહ્યા છે દાન
આમતો અત્યારના સમયમાં ભાઈ-ભાઈ પણ રૂપિયા અને મિલકતના કારણે એકબીજાના દુશ્મન થતા હોય છે. તો બીજી તરફ ખીમજી ભાઈ જેવા ભિક્ષુક પણ છે, જે છેલ્લા 20 વર્ષથી મહેસાણામાં ભીખ માગીને ગરીબ બાળકોના શિક્ષણ માટે દાન કરે છે. પાંચ વર્ષમાં અંદાજીત 2 થી 3 લાખ રૂપિયા જેટલું દાન કરી એક દાનવીર ભિક્ષુક હોવાની ઓળખ પૂરી પડી જાણે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news