Surat માં Corona Vaccine નો ત્રીજો તબક્કો શરૂ, મહિલા MP સહિત રાજકીય અગ્રણીઓએ મુકાવી રસી

રાજ્યમાં આજથી કોરોના વેક્સીનનો (Corona Vaccine) ત્રીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે આ વેક્સીનેશન અભિયાનમાં (Corona Vaccination Campaign) વરિષ્ઠનાગરિકો 60 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે

Surat માં Corona Vaccine નો ત્રીજો તબક્કો શરૂ, મહિલા MP સહિત રાજકીય અગ્રણીઓએ મુકાવી રસી

સુરત: રાજ્યમાં આજથી કોરોના વેક્સીનનો (Corona Vaccine) ત્રીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે આ વેક્સીનેશન અભિયાનમાં (Corona Vaccination Campaign) વરિષ્ઠનાગરિકો 60 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઇને સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા કુલ 4 લાખથી વધુ લોકોના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આ લોકોને હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) તેમજ ખાનગી હોસ્પિટલમાં વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 

સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) આજથી શરૂ થયેલા વેક્સીનેશન અભિયાનને (Corona Vaccination Campaign) લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. એક બાદ એક તમામ લોકોને બોલાવવામાં આવશે અને તેમને રસી મૂકવામાં આવશે. ત્યારે રસી મૂકાવ્યા બાદ આ તમામ લોકોને ઓબ્ઝરવેશન હેઠળ રાખવામાં આવશે. જો કે, સુરતના મહિલા સાંસદ દર્શના જરદોશ (Women MP Darshana Jardosh) પણ રસી મૂકાવા પહોંચ્યા હતા. આ સાથે જ સુરતમાં (Surat) રાજકીય મહાનુભવોએ પણ રસી લગાવી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ લીધી કોરોના રસી
ઉલ્લેખનીય છે કે, કોરોના (Corona Virus) રસીકરણનો  ત્રીજો તબક્કો આજથી શરૂ થતા જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો છે. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી હતી. આ સાથે જ તેમણે લોકોને રસી લેવાની અપીલ પણ કરી. 

સીએમ રૂપાણીના પત્નીએ લીધી કોરોના રસી
તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Vijay Rupani) પત્ની અંજલીબેન રૂપાણીએ (Anjali Rupani) પણ આજે સવારમાં ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news