વકીલ અને બિલ્ડરોની ઓફિસને ટાર્ગેટ કરતી ચોરોની ટોળકીની ધરપકડ, 12 લાખની રોકડ જપ્ત

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણે ઇસમોની ધરપકડ કરી પૂછપરછ કરતા આ ઘરફોડ ટોળકી દ્વારા સુરત શહેર સહિત બીજા શહેરોમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપી ચુક્યા છે. 

વકીલ અને બિલ્ડરોની ઓફિસને ટાર્ગેટ કરતી ચોરોની ટોળકીની ધરપકડ, 12 લાખની રોકડ જપ્ત

ચેતન પટેલ/સુરત: સુરત શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રીના સમયે ધરફોડ ચોરીના બનાવો વધી રહ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ તપાસમાં હતી. તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને માહિતી મળી હતી, કે વેસુ વિસ્તારમાં એક બિલ્ડરની ઓફિસમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર ઈસમો ભટાર વિસ્તારમાં ફરી રહ્યા છે. તે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ કરી તો એક લાલ કલરની ફોરવહીલ ગાડીમાં ત્રણ લોકોની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરી તો એક પછી એક હકીકતો બહાર આવા લાગી હતી. વધુ પોલીસે વધુ તપાસ કરતા કારમાંથી 12 લાખ 70 હજાર રોકડા રૂપિયા પણ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. અને બાદમાં પોલીસે એક બાળ કિશોર સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી લીધી છે.

Surat-Crime-123

આ ટોળકી વકીલ, ફાઈનાન્સર તથા સીએની ઓફીસને બનાવતી ટાર્ગેટ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણે ઇસમોની ધરપકડ કરી પૂછપરછ કરતા આ ઘરફોડ ટોળકી દ્વારા સુરત શહેર સહિત બીજા શહેરોમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપી ચુક્યા છે. ખાસ કરીને આ ટોળકી વકીલ, ફાઈનાન્સર તથા સીએની ઓફીસને જ નિશાન બનાવતા હતા. જ્યારે પણ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતી ત્યારે તેઓ કાર લઈ ને જ નીકળતા હતા, કે જેથી કોઈ ને શક ન જાય. આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યા છે. છેલ્લા 8 મહિનામાં 5 થી વધુ ચોરીને અંજામ આપ્યો અને અગાઉ 8 જગ્યાએ ઘરફોડ ચોરીને અંજામ આપી ચુક્યા છે. વધુમાં આ લોકો પાસે ચાર મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 12 લાખ 70 હજાર અને બીજા બારી ખોલવા માટેના સાધનો મળી આવ્યા હતા. તે પોલીસે કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news