એવી ગંદી જગ્યાએ ગાંજો છુપાવીને લાવતા હતા કે, અહેવાલ વાંચી ગાંઝો પીનારા વ્યસન જ છોડી દેશે
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં ફરી એક વખત નશીલા પદાર્થ નો મોટો જથ્થો પકડાયો છે ગાંજાની મોટી માત્રામાં થતી હેરાફેરી ઝડપાઈ છે અમદાવાદ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચે અસલાલી પાસે થી ૩૯ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપીઓ કઇ રીતે ગાંજાની હેરાફેરી કરતા તે મહત્વનું છે. ત્રણ આરોપીઓ આજના યુવાધનને બરબાદ કરી રહ્યા છે. આજના યુવાધનને બગાડવામાં આ ત્રણે આરોપીઓનો સૌથી મોટો ફાળો છે.
પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ ત્રણે આરોપીઓના નામ ઈશ્વર ચૌહાણ, દિલીપ ચૌહાણ અને રણજીત વણજારા છે. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશથી artiga કાર માં 40 કિલો જેટલો ગાંજાનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યા હતા. જોકે અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા અસલાલી ખાતે એમપી પાસિંગની કાર ઉભી રાખી તપાસ કરતા 40 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાની હેરાફેરીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ દ્વારા ertiga ગાડીની ડિક્કી નીચે સ્પેર વ્હીલના સ્ટેન્ડની જગ્યાએ એક લોખંડનું સ્ટેન્ડ બનાવીને તેની અંદર મોટી માત્રામાં ગાંજાને છુપાવી લાવતા હતા.
જોકે પોલીસને ચોક્કસ બાતમી મળતા ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગાંજાની હેરાફેરીમાં મુખ્ય આરોપી તરીકે ઈશ્વરનું નામ સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ૩૯ કિલો 700 ગ્રામ ગાંજો એક ertiga ગાડી 3 મોબાઈલ તથા રોકડ રકમ થઈને કોલ નવ લાખ થી વધારે નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હાલ તો એસઓજી ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ઈશ્વર ચૌહાણ સહિજ ત્રણ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવાનો હતો અને કેટલા સમયથી આરોપીઓ આજ મોડસ ઓપરેન્ડીથી ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે તેને લઈને પણ તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસ પૂછપરછમાં અમદાવાદ શહેરના ચાલતા ગાંજાના વેચાણનાં મોટા નેટવર્કના ખુલાસા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે