ગુજરાત કોંગ્રેસમાં નહીં થાય કકળાટ, 17માંથી 10 નેતાઓને સોંપી દેવાઈ જવાબદારી: જાણી લો કોને કયું પદ મળ્યું
Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મંત્રી તરીકે કાન્તી ભાઇ ખરાડીની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે ચાર ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જિગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, ગેની બેન ઠાકોર અને અનંત પટેલની નિમણુંક કરાઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા પક્ષમાં મહત્વના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ પૈકી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક તરીકે સીજે ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસે ત્રણ ઉપ દંડકની વરણી કરી છે. જેમાં કિરિટ પટેલ, વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડવાલાના નામ સામેલ છે.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મંત્રી તરીકે કાન્તી ભાઇ ખરાડીની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે ચાર ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જિગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, ગેની બેન ઠાકોર અને અનંત પટેલની નિમણુંક કરાઈ છે. જ્યારે ખજાનચી તરીકે દિનેશ ઠાકોરની નિમણુંક કરાઈ છે. 17 પૈકી 10 ધારાસભ્યોને મુખ્ય જવાબદારી સોંપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની જવાબદારી પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરને સોંપાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસે વિધાનસભાના 6 પ્રવકતા પણ જાહેર કર્યા હતા. જેમાં અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોરને પ્રવકતા બનાવાયા હતા. અંબરીશ ડેર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલને પણ પ્રવકતાની જવાબદારી સોંપાઈ હતી. અને નિરંજન પટેલને વિપક્ષના ખજાનચી તરીકેની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ આખું માળખું વિખેરી નાંખવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભામાં ભાજપની એટલી પ્રચંડ બહુમતી આવી છે કે વિપક્ષ રહેશે કે નહિ તે સવાલ છે. સત્તા પક્ષ જો ઈચ્છે તો વિપક્ષ નેતા બની શકે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે