40 વર્ષની મહેનતથી નેવીના કેપ્ટનને દીવમાં બનાવ્યું વિશ્વનું અનોખું મ્યુઝિયમ

શેલ મ્યુઝિયમ બનાવી પોતાનો શોખ કહો કે જીવન ભર દરિયાયી વસ્તુઓ પર તેનો અતૂટ પ્રેમ હોય તેમ પ્રાઇવેટ મ્યુઝિયમ ઉભું કર્યું છે.

40 વર્ષની મહેનતથી નેવીના કેપ્ટનને દીવમાં બનાવ્યું વિશ્વનું અનોખું મ્યુઝિયમ

રજની કોટેચા/ઉના: માણસનું મન ધારેતો શું ન કરી શકે જીવનમાં એક ધ્યેય સાથે આગળ વધો તો માણસ પોતાના મનમાં ચાલતા પોતાના ધ્યેયને પ્રાપ્ત અવશ્ય કરી શકે છે. આવું જ કંઈક દીવના એક સમય જહાજના કેપ્ટન રહી અને દુનિયા ભરમાં ઘુમેલ 80 વર્ષીય દેવસીભાઈએ કરી બતાવ્યું છે. દીવના પ્રસિદ્ધ નાગવા બીચ પાસે આવેલ અને એરપોર્ટની નજીક સીઆ શેલ મ્યુઝિયમ બનાવી પોતાનો શોખ કહો કે જીવન ભર દરિયાયી વસ્તુઓ પર તેનો અતૂટ પ્રેમ હોય તેમ પ્રાઇવેટ મ્યુઝિયમ ઉભું કર્યું છે. જેમાં વિશ્વ ભર તમામ દરિયાયી વસ્તુઓ જોવા મળે છે. 

unique-museum

ઝી ન્યૂઝ સાથેની વાત કરતા દેવસી ભાઈએ જણાવ્યું કે, તેને બાળપણથી સમુદ્ર સાથે લગાવ હતો. દીવ પર જ્યારે પોર્ટુગીઝ શાસન હતું ત્યારે તે 10 ધોરણ સુધી ઉનામાં ભણ્યો હતો. અને આટલા ઓછા ભણતર બાદ પણ દુનિયામાં કદાચ તે એક જ વ્યક્તિ હશે કે જહાજના કેપટન બન્યા હોય, કેપ્ટન બન્યા બાદ વિશ્વભરના તમામ દેશોની સફર ચાલુ થઈ મલેશિયા ગલ્ફના દેશો તાઇવાન ઇસ્ટ આફ્રિકાના દેશો સહિતના દેશોમાં સફર કરવાની તક મળી અને જ્યારે જ્યારે તે ભારત બહાર જતા ત્યારે ત્યારે જે તે દેશમાં મળતી દરિયાયી શંખ હોય કે માછલી હોય કે છીપ હોય તે સાથે લઈ આવતા આમ 40 વર્ષના તેના સફર દરમ્યાન એને લાખોની સંખ્યામાં દરિયાયી સંપત્તિ એકઠી કરી અને નિવૃત્તિના સમયમાં નાગવા બીચ પાસે મ્યુઝિયમ બનાવ્યું છે.

unique-museum-2

આ મ્યુઝિયમમાં દુનિયા ભરની અલગ અલગ માછલીઓ છીપ અને શંખ જોવા મળે છે. અને દીવ આવતા પર્યટકને તે અણમોલ ખજાનો જોવા મળે છે. દેવસી ભાઈના જણાવ્યા મુજબ એને પૈસા કરતા આ સમુદ્રની તમામ વસ્તુઓ પર અતિ પ્રેમ છે. અને અત્યાર સુધીમાં 75 લાખથી વધુની કિંમતના દરિયાયી સંસાધનો વસાવ્યા છે. મ્યુઝિયમમાં અતિ દુર્લભ દરિયાયી પ્રજાતિઓ પણ જોવા મળે છે. 80 વર્ષથી વધુની ઉમર ધરાવતા દેવસી ભાઈ આજે પણ દરિયાયી પ્રજાતિ ઓનું સંશોધન કરે છે. જોકે દીવમાં આવતા પ્રવાસી ઓમાં ઓછા લોકો મ્યુઝીયમની મુલાકાત લે છે એ બાબતનું દુઃખ હોવાનું જણાવતા દેવસી ભાઈ કહે છે દુનિયા ભરના મ્યુઝિયમમાંના જોવા મળે એવી દરેક વસ્તુ એને ત્યાં છે આમ એક આખી સફર સમુદ્રની પ્રજાતિ પાછળ ખર્ચી નાખનાર દેવસી ભાઈ એ 40 વર્ષ પહેલાં જોયેલું સપનું સાકાર કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news